CWG 2022: ટેબલ ટેનિસમાં મળ્યો ગોલ્ડ, મહિલા ક્રિકેટમાં સિલ્વર, શું છે મેડલ ટેલીમાં ભારતની સ્થિતિ? ખાસ જાણો
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગેમ્સના 10માં દિવસે (રવિવારે) ભારતે કુલ 15 મેડલ પોતાના નામે કર્યા. જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર, છ બ્રોન્ઝ સામેલ હતા. ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓએ ફાઈનલમાં પહોંચીને મેડલ કન્ફર્મ કર્યા છે.
Trending Photos
ઈંગ્લેન્ડના બર્મિંઘમમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન ચાલુ છે. ગેમ્સના 10માં દિવસે (રવિવારે) ભારતે કુલ 15 મેડલ પોતાના નામે કર્યા. જેમાં પાંચ ગોલ્ડ, ચાર સિલ્વર, છ બ્રોન્ઝ સામેલ હતા. ટેબલ ટેનિસ અને બેડમિન્ટનમાં ભારતીય ખેલાડીઓએ ફાઈનલમાં પહોંચીને મેડલ કન્ફર્મ કર્યા છે.
શરથ કમલ-શ્રીજા અકુલાએ ગોલ્ડ જીત્યો
ટેબલ ટેનિસની મિક્સ ડબલ્સની ઈવેન્ટમાં ફાઈનલમાં ભારતીય જોડી જીતી. શરથ કમલ અને શ્રીજા અકુલાએ મલેશિયાની જોડીને હરાવીને આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો. તેમણે મલેશિયન જોડી જવેન ચુંગ અને કરેન લાયનને 11-4,09-11, 11-5, 11-6થી હરાવી. બીજી બાજુ અચંત શરથ કમલ મેન્સ સિંગ્લ્સની ફાઈનલમાં પહોંચીને અન્ય એક મેડલ પણ કન્ફર્મ કરી ચૂક્યા છે.
ફાઈનલમાં મહિલા ટીમની હાર, સિલ્વર મેડલ મળ્યો
પહેલીવાર ક્રિકેટ કોમનવેલ્થ ગેમ્સમાં સામેલ થયું. મહિલા ક્રિકેટની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈન્ડિયન ટીમ આમને સામને હતી. ગઈ કાલે રમાયેલી ફાઈનલ રોમાંચક બની ગઈ હતી જેમાં ઓસ્ટ્રેલિયાએ 9 રને ભારતને હરાવીને સ્પર્ધાનો ગોલ્ડ મેડલ જીત્યો. જ્યારે ભારતને સિલ્વર મેડલ મળ્યો. ઓસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરતા ભારતને 162 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં 152 રનમાં ટીમ ઈન્ડિયા ઓલઆઉટ થઈ ગઈ. ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ રન હરમનપ્રીત કૌરે બનાવ્યા. તેમણે 43 બોલમાં 65 રન કર્યા.
બોક્સિંગમાં ચાર મેડલ
બોક્સિંગમાં સૌથી પહેલા નીતુ ઘંઘસ, અમિત પંઘલ, નિકહત ઝરીને ગોલ્ડ જીત્યા. જ્યારે સાગર મહલાવત બોક્સિંગની ફાઈનલમાં હારતા સિલ્વર મેડલથી સંતોષ કરવો પડ્યો.
એથલેટિક્સમાં પણ મેડલ
મેન્સ ટ્રિપલ જંપમાં ડબલ સફળતા મળી. એલ્ડહોસ પોલે ગોલ્ડ અને અબ્દુલ્લા અબુબકરે સિલ્વર મેડલ જીત્યા. જ્યારે વુમેન જેવલિન થ્રોમાં અન્નુ રાનીએ બ્રોન્ઝ જીત્યો. આ ઉપરાંત 10 મીટર વોકમાં સંદીપકુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો.
ભારતીય હોકી ટીમને બ્રોન્ઝ
ભારતીય મહિલા હોકી ટીમે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી એક રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો. મહિલા હોકી ટીમે 16 વર્ષ બાદ કોમનવેલ્થ ગેમ્સમાં કોઈ મેડલ જીત્યો છે. બીજી બાજુ દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલે પણ સ્કવોશમાં બ્રોન્ઝ જીત્યો. બેડમિન્ટનમાં કીદાંબી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં જ્યારે ગાયત્રી અને ત્રિશા જોલીએ વુમેન્સ ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યા.
મેડલ ટેલીમાં ટીમ ઈન્ડિયાની સ્થિતિ
ભારતીય ટીમે 10માં દિવસે કુલ 15 મેડલ જીત્યા પરંતુ આમ છતાં હજુ મેડલ ટેલીમાં પાંચમા નંબરે છે. ભારતને અત્યાર સુધીમાં 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મેડલ ટેલીમાં ઓસ્ટ્રેલિયા ટોપ પર છે જ્યારે બીજા નંબરે મેજબાન ઈંગ્લેન્ડ છે. કેનેડા ત્રીજા નંબરે અને ન્યૂઝીલેન્ડ ચોથા નંબરે છે.
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
21. અંશુ મલિક- સિલ્વર મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
22. બજરંગ પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી- 65 કિલોગ્રામ)
23. સાક્ષી મલિક- ગોલ્ડ મેડલ (કુશ્તી 62 કિલોગ્રામ)
24. દીપક પુનિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 86 કિલોગ્રામ)
25. દિવ્યા કાકરાન- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 68 કિલોગ્રામ)
26. મોહિત ગરેવાલ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 125 કિલોગ્રામ)
27. પ્રિયંકા ગોસ્વામી- સિલ્વર મેડલ (10 કિમી વોક)
28. અવિનાશ સાબલે - સિલ્વર મેડલ ( સ્ટીપલચેઝ)
29. પુરુષ ટીમ- સિલ્વર મેડલ (લોન બોલ્સ)
30 જસ્મીન લેંબોરિયા- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
31. પૂજા ગેહલોત- બ્રોન્ઝ મેડલ (કુશ્તી 50 કિલોગ્રામ)
32 રવિકુમાર દહિયા- ગોલ્ડ મેડલ (કુશ્તી 57 કિલોગ્રામ)
33. વિનેશ ફોગાટ- ગોલ્ડ મેડલ (કુશ્તી 53 કિલોગ્રામ)
34. નવીન કુમાર- ગોલ્ડ મેડલ (કુશ્તી 74 કિલોગ્રામ)
35. પૂજા સિહાગ- બ્રોન્ઝ મેડલ (કુશ્તી)
36. મોહમ્મદ હુસામુદ્દીન - બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
37. દીપક નહેરા-બ્રોન્ઝ મેડલ (કુશ્તી 97 કિલોગ્રામ)
38 સોનલબેન પટેલ- બ્રોન્ઝ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
39. રોહિત ટોક્સ- બ્રોન્ઝ મેડલ (બોક્સિંગ)
40 ભાવિના પટેલ - ગોલ્ડ મેડલ (પેરા ટેબલ ટેનિસ)
41. ભારતીય મહિલા ટીમ- બ્રોન્ઝ મેડલ (હોકી)
42. નીતુ ઘંઘસ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
43. અમિત પંઘલ- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
44. સંદીપકુમાર- બ્રોન્ઝ મેડલ (10 કિમી પગપાળા વોક)
45. એલ્ડહોસ પોલ- ગોલ્ડ મેડલ (ત્રિપલ જંપ)
46. અબ્દુલ્લા અબુબકર- સિલ્વર મેડલ (ત્રિપલ જંપ)
47. અન્નુ રાની- બ્રોન્ઝ મેડલ (જેવલિન થ્રો)
48. નિકહત ઝરીન- ગોલ્ડ મેડલ (બોક્સિંગ)
49. અચંત અને જી. સાથિયાન સિલ્વર મેડલ ( ટેબલ ટેનિસ)
50. સૌરવ અને દીપિકા પલ્લીકલ બ્રોન્ઝ મેડલ (સ્કવોશ)
51. કિદાંબી શ્રીકાંત બ્રોન્ઝ મેડલ (બેડમિન્ટન)
52. મહિલા ટીમ - સિલ્વર મેડલ (બેડમિન્ટન)
53. ગાયત્રી અને ત્રિશા જોલી બ્રોન્ઝ (બેડમિન્ટન)
54. શરથ કમલ અને શ્રીજા અકુલા ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
55. સાગર અહલાવત સિલ્વર મેડલ (બોક્સિંગ)
બેડમિન્ટનમાં 3 મેડલ કન્ફર્મ
બેડમિન્ટનમાં પી વી સિંધુ મહિલા સિંગલ્સની ફાઈનલમાં પહોંચી છે. જ્યારે લક્ષ્ય સેન પણ મેન્સ સિંગલ્સની ફાઈનલમાં પહોંચ્યા છે. સાત્વિકસાઈરાજ રેંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પણ પુરુષ ડબલ્સની ફાઈનલમાં પહોંચ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે