આઝાદીના ઈતિહાસનો એ સોનેરી કિસ્સો જેમાં સરદાર પટેલની એક ચાલે અંગ્રેજોની ગણતરી ઊંઘી પાડી હતી
Independence Story : ભારત દેશ આઝાદ થયો એ વખતે અંગ્રેજોએ કેવી ચાલ ચાલી હતી અને સરદાર સાહેબે અંગ્રેજોની ગણતરી કેવી રીતે ઉંધી પાડી હતી આવો જોઈએ
Trending Photos
ચિંતન ભોગાયતા :દેશ આઝાદીના 75 વર્ષે અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ઘરે ઘરે તિરંગા લહેરાવાઈ રહ્યા છે. પરંતુ આઝાદી મેળવવાનો ભારતનો માર્ગ માત્ર ભક્તિના રંગથી નહિ, પરંતુ લોહીના રંગથી પણ રંગાયેલો છે. અનેક દેશભક્તોએ પ્રાણોની આહુતિ આપી, ત્યારે જઈને આઝાદીનો સૂરજ ઉગ્યો હતો. તેમાં પણ જો અંગ્રેજોના ઈરાદા પાર પડ્યા હોત તો આજે પણ તે આપણા પર રાજ કરતા હોત. પરંતુ કેટલાક વીરોએ દેશને આઝાદી આપવા કમર કસી અને આખરે અડધી રાતે આઝાદી મળી હતી. આવામાં એ દિવસોનો એક કિસ્સો રસપ્રદ છે, જે યુગપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલો છે. ભારત દેશ આઝાદ થયો એ વખતે અંગ્રેજોએ કેવી ચાલ ચાલી હતી અને સરદાર સાહેબે અંગ્રેજોની ગણતરી કેવી રીતે ઉંધી પાડી હતી આવો જોઈએ.
એ સમયની વાત છે જ્યારે દેશની આઝાદી માટેનું આંદોલન જોરશોરથી શરૂ થઈ ગયું હતું. 1905 નું વર્ષ હતું. આંદોલનના કારણે અંગ્રેજી વહીવટ નબળો પડવા માંડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં ખોખલી થઈ ગયેલી ઈંગ્લેન્ડની અંગ્રેજ સરકારમાં ભારતમાં અંગ્રેજ રાજ ટકાવી રાખવાની તાકાત ન હોવાથી ભારતને આઝાદી આપવા સિવાય બીજો કોઈ રસ્તો નહોતો. કોમવાદી વૈમનસ્ય પણ પરાકાષ્ઠાએ પહોંચ્યું હતું અને મુસ્લિમ લીગના આગ્રહી વલણના કારણે ભારતના ભાગલા પાડવાનો આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : શ્રાવણનો બીજો સોમવાર : સોમનાથ તીર્થમાં માનવ મહેરામણ છલકાયું, 5 વાગ્યાથી ભક્તો દર્શન માટે લાઈનમાં
ભારત ઉપર દાઝે બળતા અંગ્રેજ અમલદારોએ રજવાડાંનો કબજો ભારત કે પાકિસ્તાનને સોંપવાના બદલે તમામ રજવાડાંઓને આઝાદી અને સાર્વભૌમ સત્તા આપી દીધી હતી. 1947 ના વિભાજન સાથે ભારતના 2 ટૂકડા કહીએ તો તે અર્ધ સત્ય છે. ભારત-પાકિસ્તાન તથા 563 રજવાડાં એમ ભારતના કુલ 565 ટુકડા કરી નાંખ્યા હતા. આ પછી અંગ્રેજોએ વિદાય લીધી હતી. આવા ખંડિત ભારત પાકિસ્તાનને હંમેશા માટે અંગ્રેજોના આશ્રિત બનવું પડશે તેવી અંગ્રેજોની ગણતરી સરદાર પટેલે ઉંધી પાડી દીધી હતી. એ સમયે લોર્ડ માઉન્ટબેટને ત્રણ વિકલ્પ સૂચવ્યા હતા.
1. રાજાઓ સ્વેચ્છાએ ભારત કે પાકિસ્તાનમાં જોડાઈ શકે.
2. લશ્કર, વિદેશી સંબંધો, વાહન વ્યવહાર અને ચલણી સત્તા ભારત-પાકિસ્તાનની સરહદોને સોંપીને બાકીની તમામ સત્તાઓનો ભોગવટો કરી શકે.
3. આઝાદ બની શકે.
આ પણ વાંચો : પ્રકૃતિને બદલે પ્લાસ્ટિકનો પ્રચાર : વન વિભાગને ઘાસ ઉગાડવાનો સમય ન મળ્યો, વટેશ્વર વનમાં પ્લાસ્ટિકનું ઘાસ પાથર્યું
રજવાડાંઓની સમસ્યાઓ ઉકેલવા માટે ખાસ સ્ટેટ્સ મિનિસ્ટ્રીની સ્થાપના કરવામાં આવી હતી. આ વ્યવસ્થાનો વહીવટ સરદાર પટેલને સોંપવામાં આવ્યો હતો. સરદાર પટેલે પહેલી ચાલમાં જ આખી બાજી હાથમાં લઈ લીધી હતી. આ સમસ્યા ઘણી ગૂંચવણવાળી હોવાથી એક વર્ષ સુધી ભારત સરકાર અંગ્રેજી વહીવટની સત્તા ભોગવે અને પરિસ્થિતિ યથાવત રહે એવા કરારની જોવાઈ તેમણે કરી હતી.
તમામ રજવાડાંઓના દરજ્જા અને નામ-અકરામ જળવાશે, ચાર સિવાયની તમામ સત્તા બધાં રજવાડાં ભોગવી શકશે. ભારત સરકાર એમાં કોઈ દખલગીરી નહીં કરે એવી મૌખીક તથા લેખિત બાંહેધરી આપી હતી. સરદાર પટેલે રજવાડાંઓને ભારત જેવા વિશાળ અને ઉદાર રાષ્ટ્રમાં જોડાવવા માટેના ફાયદા સમજાવ્યા અને આખા દેશને એક તાંતણે બાંધ્યો. અને રાજવીઓએ દેશની અખંડિતતા માટે હસતા મોઢે પોતાના રાજપાઠ સોંપી દીધા.
આ હતી આઝાદી પછી અંગ્રેજોની ઉંધે કાંધ પડ્યાની અને સરદાર સાહેબની સંકલ્પ શક્તિ અને કૂટનીતિની જીતની કહાની.
જાણવા જેવું
આઝાદી સમયે ત્રણ રિયાસત એવી હતી જેને પાકિસ્તાનમાં ભળવું હતું અથવા તો અલગ દેશ બનાવવાની માંગ હતી. જેમાં જૂનાગઢ, હૈદરાબાદ અને ત્રાવણકોરનો સમાવેશ થાય છે. જો કે રિયાસત બાબતોના વડા વલ્લભભાઈ પટેલની સૂઝબૂઝના કારણે એમને પણ ભારતનો અભિન્ન અંગ બનાવી દેવાયા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે