આઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ટોસ જીત્યા બાદ ધોનીને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો. કોમેન્ટ્રેટર ડેની મોરિસને પૂછ્યુ કે શું આ સીએસકે માટે તેની અંતિમ મેચ છે તો તેણે કહ્યું- ચોક્કસ પણે નહીં. 

આઈપીએલમાં ધોનીની છેલ્લી મેચ? કોમેન્ટ્રેટરે પૂછ્યો સવાલ તો આપ્યો આ જવાબ

અબુધાબીઃ દિગ્ગજ એમએસ ધોનીના ફેન્સ વિશ્વભરમાં હાજર છે. ભલે ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય પરંતુ તેની લોકપ્રિયતા અને ફેન્સની ગણનામાં કોઈ ઘટાડો થયો નથી. પ્રશંસક ઈચ્છે છે કે તે પોતાના આ પસંદગીના વિકેટકીપર-બેટ્સમેન મેદાન પર રમતા જોવા મળે. 

અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ ટોસ જીત્યા બાદ ધોનીને આ મુદ્દે સવાલ પૂછવામાં આવ્યો. કોમેન્ટ્રેટર ડેની મોરિસને પૂછ્યુ કે શું આ સીએસકે માટે તેની અંતિમ મેચ છે તો તેણે કહ્યું- ચોક્કસ પણે નહીં. 

ત્રણ વખતની વિજેતા ચેન્નઈના કેપ્ટન ધોનીએ પંજાબ વિરુદ્ધ ટોસ જીતી ફીલ્ડિંગનો નિર્ણય કર્યો હતો. આ દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે, આ મેચ સીએસકે માટે આઈપીએલમાં અંતિમ મેચ છે તો તેણે કહ્યું- 'ચોક્કસ પણે નહીં (Definitely Not)''

— IndianPremierLeague (@IPL) November 1, 2020

ધોનીના આઈપીએલ કરિયરની વાત કરીએ તો તેણે અત્યાર સુધી 203 મેચ રમી છે જેમાં કુલ 4632 રન બનાવ્યા છે. તેના નામે આ પ્રતિષ્ઠિત ટી20 લીગમાં 23 અડધી સદી છે. 

'ચાલો પીરિયડ્સ વિશે વાત કરીએ', રોયલ્સના ક્રિકેટરોની વાતચીત, વીડિયો વાયરલ  

હાલની સીઝનમાં ધોનીની ટીમ ખાસ પ્રદર્શન કરી શકી નથી અને પ્લેઓફની રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની. ધોની આઈપીએલમાં ચેન્નઈને ત્રણ ટાઇટલ અપાવી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news