અમે ICCને કરી અપીલ- ધોનીને બલિદાન બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવામાં આવેઃ વિનોદ રાય

બીસીસીઆઈએ આઈસીસીને ધોનીના ગ્લવ્સને મંજૂરી આપવાની માગ કરી છે. 

અમે ICCને કરી અપીલ- ધોનીને બલિદાન બેજવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવામાં આવેઃ વિનોદ રાય

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર એમએસ ધોનીના ગ્લવ્સ પર સેનાના નિશાનના મામલાને લઈને બીસીસીઆઈ હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) પાસે પહોંચી ગયું છે. પહેલા પ્રશાસકોની સમિતિ (સીઓએ)એ આઈસીસીને અપીલ કરતા કહ્યું કે, તે વિકેટકીપર ધોનીના ગ્લવ્સ પર બનેલા સેનાના ચિન્હને મંજૂરી આપે. આ વચ્ચે બીસીસીઆઈના સીઈઓ રાહુલ જૌહરી પણ આઈસીસીની બેઠકમાં સામેલ થવા માટે લંડન પહોંચી ગયા છે, પરંતુ તેમની યાત્રાનો આ વિવાદ સાથે લેવા-દેવા નથી. 

શું છે મામલો
કેપ્ટન કૂલના મોજા પર જ્યારે કેમેરાની નજર પડી તો તેના પર આર્મીનો આ ખાસ બૈઝ લાગેલો હતો. ધોનીએ જ્યારે એન્ડિલે ફેહલુકવાયોને ચહલના બોલ પર સ્ટમ્પ આઉટ કર્યો, ત્યારે ફરી સેનાનો આ ખાસ લોગો પણ જોવા મળ્યો હતો. જ્યારે ધોનીના ગ્લબ્સ પર ખાસ ફોર્સના ખંજર વાળો લોગો કેમેરા પર છવાયો તો તેને ફેન્સમાં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોનીના ફેન્સે ધોનીની આ મોજાની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરવાનું શરૂ કરી દીધું અને તેની ખુબ પ્રશંસા કરી હતી. 

શું છે બલિદાન બેજ?
પેરાશૂટ રેજિમેન્ટના વિશેષ દળોની પાસે તેના અલગ બેજ હોય છે, જેને બલિદાનના રૂપમાં ઓળખવામાં આવે છે. આ બેજમાં બલિદાન શબ્દને દેવનાગરી લિપિમાં લખવામાં આવ્યો છે. આ બેજ ચાંદીની ધાતુથી બનેલો હોય છે, જેમાં ઉપરની તરફ પ્લાસ્ટિકનું લંબચોરસ હોય છે. આ બેજ માત્ર પેરા-કમાન્ડો દ્વારા પહેરવામાં આવે છે. 

શું કહ્યું વિનોદ રાયે
સીઓએના ચીફે કહ્યું, હા અમને ધોનીના ચિન્હને લઈને ચાલી રહેલા વિવાદનો ખ્લાય છે, પરંતુ તેમાં કોઈ પ્રકારની રાજકીય કે ધાર્મિક ભાવનાઓ જોડાયેલી નથી અને આઈસીસી પાસે માગ કરી છે કે ધોનીને ચિન્હવાળા ગ્લવ્સ પહેરવાની મંજૂરી આપવામાં આવે. અમે આઈસીસીને પત્ર મોકલી આપ્યો છે. તો બીસીસીઆઈના સીઈઓની લંડન યાત્રાનો આ મામલા સાથે કોઈ સંબંધ નથી. તે આઈસીસીની બેઠકમાં સામેલ થવા માટે લંડન ગયા છે. તો વિનોદ રાયે કહ્યું, જો આઈસીસી આ મામલામાં કોઈ નિવેદન બનાવે તો અમે તે નિયમો પ્રમાણે ચાલીશું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news