'બે દિવાલોનું મિલન', રાહુલ-ચેતેશ્વરના ફોટો પર રમૂજી કોમેન્ટ્સ

ચેતેશ્વર પૂજારાએ રાહુલ દ્રવિડની સાથે તસ્વીર શેર કરી છે. તેણે લખ્યું કે, રાહુલ ભાઈ સાથે મળીને હંમેશા સારૂ લાગે છે. 
 

'બે દિવાલોનું મિલન', રાહુલ-ચેતેશ્વરના ફોટો પર રમૂજી કોમેન્ટ્સ

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પૂજારાને લોકો હવે 'નવી દિવાલ'ના નામથી બોલાવવા લાગ્યા છે. તેવામાં પૂજારાએ રાહુલ દ્રવિડની સાથે જ્યારે ફોટો શેર કર્યો તો લોકોએ તેના પર આવી કોમેન્ટ કરી હતી. બંન્નેની એકસાથે તસ્વીર જોઈને ઘણા ફેન્સ ખુબ ખુશ થઈ ગયા અને કહ્યું કે, આ ભારતીય ટીમની જૂની દિવાલનું નવી દિવાલ સાથે મળવા જેવું છે. પૂજારાએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, રાહુલ ભાઈને મળવું હંમેશા ખુશી આપે છે. 

તેના પર એકે વોલ 2.0 વિથ વોલ 2.1 લખ્યું તો કોઈએ બે ચોંટેલી દિવાલોની તસ્વીર શેર કરી છે. એકે નવી દિવાલ વિથ જૂની દિવાલ કહ્યું, કોઈએ બંન્નેને કપલ ઓફ વોલ ગણાવ્યા. તો સામ-સામે ઉભેલા બે સ્પાઇડરમેનની તસ્વીર પોસ્ટ કરનાર લોકોની સંખ્યા વધારે હતી. કેટલાક લોકોએ તેને ટેસ્ટ ક્રિકેટનું ભૂત અને ભવિષ્ય પણ ગણાવ્યું હતું. 

— cheteshwar pujara (@cheteshwar1) March 3, 2019

— Punk🎙 (@punk_hardik) March 3, 2019

— Zafar (@khanzaffy) March 3, 2019

તોડ્યો હતો 90 વર્ષ જૂનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સિરીઝમાં પૂજારાએ ગજબ બેટિંગ કરી હતી. તેણે એક ખાસ સિદ્ધિ પણ હાસિલ કરી ત્યારબાદ રાહુલ સાથે તેની તુલના થવા લાગી હતી. તે સિરીઝ (ચાર કે તેથી ઓછા મેચ રમનાર ખેલાડી) દરમિયાન સૌથી વધુ બોલ રમનાર મહેમાન બેટ્સમેન બની ગયો હતો. આમ કરીને તેણે 90 વર્ષ જૂનો રેકોર્ડ તોડી દીધો હતો. સિડની ટેસ્ટમાં રમાયેલી પોતાની 193 રનની ઈનિંગ દરમિયાન તેણે આ સિદ્ધિ મેળવી હતી. સિરીઝમાં તેણે 1258થી વધુ બોલ રમ્યા હતા. આમ કરીને તેણે ઈંગ્લેન્ડના હર્બટ સટફ્લિકનો રેકોર્ડ તોડ્યો હતો. સટક્લિફે 1928ની એશિઝ સિરીઝ દરમિયાન 4 મેચોની 7 ઈનિંગમાં 1237 બોલનો સામનો કર્યો હતો. 

પૂજારાએ આ સિરીઝમાં ઘણા ભારતીય બેટ્સમેનોને પાછળ છોડ્યા હતા, તેમાં એક નામ રાહુલ દ્રવિડનું પણ હતું. ભારત તરફથી દ્રવિડે 2003/01ની બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં 1203 બોલનો સામનો કર્યો હતો. દ્રવિડ બાદ કોહલી (1093) અને વીવીએસ લક્ષ્મણ (906)નો નંબર આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news