રણજી ટ્રોફીના સેમીફાઇનલ મેચમાં ચેતેશ્વર પૂજારાને દર્શકોએ કહ્યો- ચીટર
અમ્પાયર સૈયદ ખાલિદની ભૂલનો ફાયદો ઉઠાવતા ચેતેશ્વર પૂજારાએ અણનમ 131 રન ફટકારીને સૌરાષ્ટ્રને રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચાડ્યું હતું.
Trending Photos
મુંબઈઃ સામાન્ય રીતે ભારતના મેદાનોમાં ભારતીય ખેલાડીઓની હુટિંગ લગભગ ક્યારેક જ જોવા મળે છે. ખાસ કરીને જ્યારે ખેલાડી ચેતેશ્વર પૂજારા જેવો મોટો બેટ્સમેન હોય. પરંતુ બેંગલુરૂમાં પૂજારાએ દર્શકોની હુટિંગનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સૌરાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે રણજી ટ્રોફીની સેમીફાઇનલની મેચ રમાઇ હતી. મેચમાં ફાસ્ટ બોલર વિનય કુમારનો એક બોલ પૂજારાએ ડિફેન્સ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે ચુકી ગયો. આ દરમિયાન કુમાર અને વિકેટકીપર સહિત તમામ ખેલાડીઓ આઉટની અપીલ કરી રહ્યાં હતા. પરંતુ અમ્પાયરે તેને આઉટ ન આપ્યો. બાદમાં રિપ્લેમાં ખ્યાલ આવ્યો કે બોલ બેટના કિનારાને અડીને વિકેટકીપર પાસે ગયો હતો. જ્યારે પૂજારા પરત પેવેલિયન આવી રહ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા દર્શકોએ તેને ચીટર, ચીટર કરીને હુરિયો બોલાવ્યો હતો. બાદમાં પૂજારાએ સદી ફટરારીને સૌરાષ્ટ્રને જીત અપાવી હતી.
— Mushfiqur Fan (@NaaginDance) January 27, 2019
અમ્પાયર સૈયદ ખાલિસની ભૂલનો ફાયદો પૂજારાને મળ્યો. તે સમયે સૌરાષ્ટ્રનો સ્કોર 3 વિકેટે 68 રન હતો. ત્યારબાદ પૂજારાએ અણનમ 131 રન ફટકાર્યા અને તેણે શેલ્ડન જેક્સન સાથે ચોથી વિકેટ માટે 214 રનની ભાગીદારી પણ કરી હતી. પૂજારાએ આ દરમિયાન 49મી સદી પણ પૂરી કરી હતી.
Not the best way to send the best player off for a tea break! Can't say he deserved it, but @cheteshwar1 escapes many many umpiring errors and stays on! #Pujara #CheaterCheater #NobodyEscapesChinnaswamyLove @RanjiKarnataka pic.twitter.com/YLxQzHmSYn
— Aditya Bardwaj S (@ABS_08_10) January 27, 2019
પૂજારાએ મેચની પ્રથમ ઈનિંગમાં 99 બોલ પર 45 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેને પ્રથમ ઈનિંગમાં અભિમન્યુ મિથુને આઉટ કર્યો હતો.
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ગત મહિને ચાર મેચોની ટેસ્ટ સિરીઝમાં કમાલનું પ્રદર્શન કરનાર પૂજારા હાલમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમ માટે રમી રહ્યો છે. તેણે ઓસ્ટ્રેલિયા સામે 3 સદી સાથે 521 રન ફટકાર્યા હતા. તે મેન ઓફ ધ સિરીઝ રહ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે