KKR vs CSK: જાડેજાનો જાદૂ ચાલ્યો, ચેન્નઈએ રોમાંચક મેચમાં કોલકત્તાને ત્રણ વિકેટે હરાવ્યું
રોમાંચક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે છેલ્લા બોલે કોલકત્તાને 2 વિકેટે પરાજય આપ્યો છે. આ જીત સાથે ધોનીની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે.
Trending Photos
અબુધાબીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 (IPL 2021) ની 38મી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે રવિન્દ્ર જાડેજાની શાનદાર બેટિંગની મદદથી કોલકત્તાને રોમાંચક મેચમાં 2 વિકેટે પરાજય આપીને આઠમી જીત મેળવી છે. આ જીત સાધે ધોનીની ટીમ 16 પોઈન્ટ મેળવી ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 6 વિકેટે 171 રન બનાવ્યા હતા. ચેન્નઈએ 20 ઓવરમાં 8 વિકેટે 172 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
ચેન્નઈને ઓપનરોએ અપાવી સારી શરૂઆત
ચેન્નઈ સુપર કિંગ્સને ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે સારી શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેમાં વિના વિકેટે 52 રન જોડ્યા હતા. ચેન્નઈના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 74 રનની ભાગીદારી કરી હતી. ટીમને ગાયકવાડના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. યુવા બેટ્સમેન ગાયકવાડ 28 બોલમાં 3 છગ્ગા અને બે ચોગ્ગા સાથે 40 રન બનાવી રસેલનો શિકાર બન્યો હતો.
ફાફ અડધી સદી ચુક્યો, રાયડૂ ફેલ
ફાફ ડુ પ્લેસિસ 30 બોલમાં 7 ચોગ્ગા સાથે 43 રન બનાવી પ્રસિદ્ધનો શિકાર બન્યો હતો. અંબાતી રાયડૂ 10 રન બનાવી નારાયણની ઓવરમાં બોલ્ડ થયો હતો. મોઇન અલી 28 બોલમાં 1 સિક્સ અને બે ફોર સાથે 32 રન બનાવી કેચઆઉટ થયો હતો. આ સફળતા લોકી ફર્ગ્યુસનને મળી હતી. સુરેશ રૈના 11 રન બનાવી રનઆઉટ થયો હતો.
મહેન્દ્ર સિંહ ધોની 1 રન બનાવી વરૂણ ચક્રવર્તીની ઓવરમાં બોલ્ડ થયો હતો. રવિન્દ્ર જાડેજાએ અંતિમ ઓવરોમાં 8 બોલમાં 2 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 22 રન ફટકાર્યા હતા. સેમ કરન 4 રન બનાવી આઉટ થયો હતો.
કોલકત્તાની ખરાબ શરૂઆત
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમનો 10 રનના સ્કોર પર શુભમન ગિલ (9)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ગિલ રાયડૂના સીધા થ્રો દ્વારા રનઆઉટ થયો હતો. ત્યારબાદ પ્રથમ બે મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર વેંકટેશ અય્યર માત્ર 18 રન બનાવી શાર્દુલ ઠાકુરનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ પાવરપ્લેમાં 2 વિકેટે 50 રન બનાવ્યા હતા.
ઈયોન મોર્ગન ફરી ફ્લોપ
આઈપીએલમાં કોલકત્તાના કેપ્ટન ઇયોન મોર્ગનનું ખરાબ ફોર્મ સતત જારી છે. મોર્ગન આજે પણ 14 બોલમાં માત્ર 8 રન બનાવી હેઝલવુડનો શિકાર બન્યો હતો. કોલકત્તાએ 70 રન પર પોતાની ત્રીજી વિકેટ ગુમાવી હતી. રાહુલ ત્રિપાઠી 33 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 45 રન બનાવી જાડેજાનો શિકાર બન્યો હતો.
દિનેશ કાર્તિકે ટીમનો સ્કોર 170ને પાર કરાવ્યો
આંદ્રે રસેલ 15 બોલમાં 20 રન બનાવી ઠાકુરનો શિકાર બન્યો હતો. અંતિમ ઓવરોમાં દિનેશ કાર્તિકે 11 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથે 26 રન ફટકારી ટીમનો સ્કોર 170ને પાર પહોંચાડ્યો હતો. નીતિશ રાણા 27 બોલમાં 37 રન બનાવી અમનમ રહ્યો હતો.
ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી જોશ હેઝલવુડે 40 રન આપીને બે વિકેટ, શાર્દુલ ઠાકુરે 20 રન આપીને બે વિકેટ અને જાડેજાએ 4 ઓવરમાં 21 રન આપી એક વિકેટ ઝડપી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે