CEAT Award: કોહલી-મંધાના ક્રિકેટર ઓફ ધ યર, બુમરાહ બન્યો સર્વશ્રેષ્ઠ બોલર
1983 વિશ્વ કપની ટીમના સભ્ય મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવનેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે.
Trending Photos
મુંબઈઃ સીએટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ એવોર્ડ્સની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર પસંદ કરવામાં આવ્યો છે. તેને વર્ષનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન પણ જાહેર કરવામાં આવ્યો છે. ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાને વુમન ક્રિકેટ ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે. રોહિત શર્માને વનડે અને ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આંતરરાષ્ટ્રીય બોલર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે. ડાબા હાથના સ્પિનર કુલદીપ યાદવને આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો છે.
અમરનાથ 1983 વિશ્વ વિજેત ટીમના સભ્ય હતા
1983 વિશ્વ કપની ટીમના સભ્ય મોહિન્દર અમરનાથને લાઇફટાઇમ અચીવનેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો છે. અમરનાથને ઇનામ તરીકે મળેલી રકમને આર્મી વેલફેર ફંડમાં દાન કરવાની વાત કરી હતી. એવોર્ડ સમારોહમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર, ડીન જોન્સ અને સબા કરીમ હાજર હતા.
એવોર્ડ | ખેલાડી |
આંતરરાષ્ટ્રીય ક્રિકેટર ઓફ ધ યર | વિરાટ કોહલી |
બેટ્સમેન ઓફ ધ યર | વિરાટ કોહલી |
વૂમન ક્રિકેટર ઓફ ધ યર | સ્મૃતિ મંધાના |
વૂનડે ક્રિકેટર ઓફ ધ યર | રોહિત શર્મા |
ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર | ચેતેશ્વર પૂજારા |
બોલર ઓફ ધ યર | જસપ્રીત બુમરાહ |
આઉટસ્ટેન્ડિંગ પ્રદર્શન ઓફ ધ યર | કુલદીપ યાદવ |
આંતરરાષ્ટ્રીય ટી20 પ્લેયર ઓફ ધ યર | એરોન ફિન્ચ |
આંતરરાષ્ટ્રીય ટીી20 બોલર ઓફ ધ યર | રાશિદ ખાન |
જૂનિયર ક્રિકેટર ઓફ ધ યર | યશસ્વી જયસવાલ |
ડોમેસ્ટિક ક્રિકેટર ઓફ ધ યર | આશુતોષ અમન |
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે