કેપ્ટન Eoin Morganએ લગાવી જીતની સદી, તોડ્યા ઇંગ્લેન્ડ માટેના બધા જૂના રેકોર્ડ

ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. 231 રનના સ્કોર બાદ બોલરોએ ઓસ્ટ્રેલિયાને ફક્ત 207 રન પર ઓલઆઉટ કરી દીધા હતા અને 24 રનથી જીતીને શ્રેણીમાં 1-1ના સ્તર પર પહોંચ્યા હતા. આ ઇઓન મોર્ગનના કેપ્ટન તરીકે 100મી આંતરરાષ્ટ્રીય જીત હતી. તે આમ કરનારો પહેલો અંગ્રેજી કેપ્ટન બન્યો.
કેપ્ટન Eoin Morganએ લગાવી જીતની સદી, તોડ્યા ઇંગ્લેન્ડ માટેના બધા જૂના રેકોર્ડ

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સિરીઝની બીજી મેચમાં ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમે શાનદાર જીત હાંસલ કરી છે. 231 રનના સ્કોર બાદ બોલરોએ ઓસ્ટ્રેલિયાને ફક્ત 207 રન પર ઓલઆઉટ કરી દીધા હતા અને 24 રનથી જીતીને શ્રેણીમાં 1-1ના સ્તર પર પહોંચ્યા હતા. આ ઇઓન મોર્ગનના કેપ્ટન તરીકે 100મી આંતરરાષ્ટ્રીય જીત હતી. તે આમ કરનારો પહેલો અંગ્રેજી કેપ્ટન બન્યો.

ઇંગ્લેન્ડના કેપ્ટન ઇઓન મોર્ગન માટે રવિવારની વનડે ઘણી ખાસ હતી. તેણે કેપ્ટન તરીકે જીતની સદી ફટકારી અને તેનું નામ ઇતિહાસનાં પાનામાં નોંધાયું. ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટરમાં જીત મેળવતા મોર્ગન 100 આંતરરાષ્ટ્રીય જીત મેળવનાર પ્રથમ ઇંગ્લેંડનો કેપ્ટન બન્યો હતો.

મોર્ગને રચ્યો ઇતિહાસ
રવિવારે, મોર્ગન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 મેચ જીતનાર પ્રથમ ઇંગ્લેંડનો કેપ્ટન બન્યો છે. તેણે આ સદી મર્યાદિત ઓવર (ટી20 અને વનડે) ફોર્મેટમાં પૂર્ણ કરી છે. મોર્ગને ટી-20માં 51 મેચમાંથી 28 જીત મેળવી છે, જ્યારે 119મી વનડેમાં કપ્ટનશીપ કરતા તેણે 72મી જીતી મેળવીને તેની સદી પૂરી કરી હતી. વન-ડેમાં એલિસ્ટર કૂકે કેપ્ટન તરીકે 36, જ્યારે પોલ કોલિંગ વુડે ટી20માં 17 જીત મેળવી છે. છે. મોર્ગને બંને કેપ્ટનને ખૂબ પાછળ છોડી દીધા છે.

ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી મોર્ગનને કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી નથી. 100 આંતરરાષ્ટ્રીય જીતવા માટે તે વિશ્વનો 15મો કેપ્ટન બન્યો છે. હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ 13 પુરુષ અને 2 મહિલા કેપ્ટનના નામે નોંધાઈ છે.

આ કરનાર મોર્ગન દુનિયાનો પ્રથમ કેપ્ટન
ટેસ્ટ ટીમની કપ્તાન કર્યા વિના 100 આંતરરાષ્ટ્રીય મેચ જીતી મેળવનાર મોર્ગન દુનિયાનો પ્રથમ કેપ્ટન બન્યો છે. રવિવારે, ઓસ્ટ્રેલિયાની સામે ઇંગ્લેન્ડની ટીમને જીત અપાવવાની સાથે જ તે દુનિયાના સાત દિગ્ગજ કેપ્ટનની યાદીમાં જોડાયો, જેમણે 100 અથવા તેથી વધુ જીત મેળવી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેપ્ટન તરીકેની સૌથી વધારે જીત ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ (172)ના નામે નોંધાયેલી છે. ત્યારબાદ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (151)નું નામ આવે છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથ (110) ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને ઓસ્ટ્રેલિયન લિજેન્ડ એલન બોર્ડ છે જ્યારે પાંચમાં સ્થાને ઓસ્ટ્રેલિયાની મહિલા કેપ્ટન મેગ લેનિંગ (102) છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news