BCCI: કપિલ દેવના હાથમાં 'શાસ્ત્રી એન્ડ કંપની'નું ભાગ્ય, પસંદ કરશે નવા કોચ

ટીમ ઈન્ડિયાના કોચિંગ સ્ટાફ માટે અરજી મગાવવામાં આવી છે. કોચની પસંદગી કપિલ દેવની અધ્યક્ષતા વાળી ત્રણ સભ્યોની સમિતિ કરશે. 
 

BCCI: કપિલ દેવના હાથમાં 'શાસ્ત્રી એન્ડ કંપની'નું ભાગ્ય, પસંદ કરશે નવા કોચ

નવી દિલ્હીઃ વિશ્વ કપ 1983 વિજેતા ભારતીય ટીમના કેપ્ટન કપિલ દેવ, અંશુમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામી આ ત્રણ દિગ્ગજ રવિ શાસ્ત્રી એન્ડ કંપનીના ભાગ્યનો નિર્ણય કરશે અને નવા સપોર્ટ સ્ટાફની પસંદગી કરશે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિમાયેલી કમિટિએ આ ત્રણેય દિગ્ગજોને ટીમ ઈન્ડિયાના નવા કોચ અને સપોર્ટ સ્ટાફની પસંદગી કરવા માટે અપ્રોચ કર્યો છે. 

બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે, કપિલ દેવ, અશુંમન ગાયકવાડ અને શાંતા રંગાસ્વામીની હજુ સત્તાવાર રીતે નિમણૂક કરવામાં આવી નથી. તેથી આ વિશે વધુ વાત કરવી યોગ્ય નથી. આ ત્રણ દિગ્ગજોમાંથી એકે કહ્યું કે હજુ તેના વિશે સત્તાવાર કોઈ જાણકારી મળી નથી. 

મહત્વનું છે કે આ પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણ વાળી ક્રિકેટ એડવાઇઝરી કમિટિએ રવિ શાસ્ત્રી એન્ડ ટીમની બે વર્ષના કાર્યકાળ માટે નિમણૂક કરી હતી, જે આ સપ્તાહે સમાપ્ત થઈ ગયા છે. પરંતુ આગામી 45 દિવસ હેડ કોચ રવિ શાસ્ત્રી, બેટિંગ કોચ સંજય બાંગર, બોલિંગ કોચ ભરત અરૂણ, અને ફીલ્ડિંગ કોચ ટીમ સાથે જોડાયેલા રહેશે. 

બીસીસીઆઈએ જે પદો માટે ભરતી બહાર પાડી છે તેમાં સીનિયર ટીમના મુખ્ય કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફીલ્ડિંગ કોચ, ફીઝિયો, સ્ટ્રેન્થ એન્ડ કંડીશનિંગ કોચ અને એડમિનિસ્ટ્રેટિવ મેનેજરનું પદ સામેલ છે. આમંત્રણ અનુસાર નવા કોચિંગ સ્ટાફનો કાર્યકાળ 5 સપ્ટેમ્બર 2019થી 24 નવેમ્બર 2021 સુધીનો હશે. તો એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની નિમણૂક એક વર્ષ માટે કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news