બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ પ્રણીત અને પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચ્યા

પ્રણીતે 66મી રેન્કિંગના એન્થનીને 39 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  21-17, 21-16થી પરાજય આપ્યો હતો.

બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપઃ પ્રણીત અને પ્રણોય બીજા રાઉન્ડમાં પહોંચ્યા

બાસેલ (સ્વિટ્ઝર્લેન્ડ): ભારતના મુખ્ય સિંગલ ખેલાડી બી સાઈ પ્રણીત અને એચએસ પ્રણોયે શાનદાર પ્રદર્શન કરતા BWUF બેડમિન્ટન વર્લ્ડ ચેમ્પિયનશિપ-2019ના બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે. ટૂર્નામેન્ટમાં 16મી વરીયતા પ્રાપ્ત પ્રણીતે પ્રથમ રાઉન્ડના મુકાબલામાં કેનેડાને જેસન એન્થની હો-શુઈને પરાજય આપ્યો તો પ્રણોયે ફિનલેન્ડના ઈતુ હેનોને હરાવ્યો હતો. 

પ્રણીતે 66મી રેન્કિંગના એન્થનીને 39 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં  21-17, 21-16થી પરાજય આપ્યો હતો. બંન્ને વચ્ચે આ પ્રથમ મુકાબલો હતો. વિશ્વમાં 30મા નંબરના ખેલાડી પ્રણોયે ઈતુ હેનોને 59 મિનિટમાં 17-21, 21-10, 21-11થી માત આપી હતી. ઈતુ હાલ વર્લ્ડ રેન્કિંગમાં 93મા ક્રમે છે. 

આ પહેલા ભારતની મેઘના જક્કામપુડી અને એસ.રામ પૂર્વિશાની જોડીએ મહિલા ડબલ્સ ના પ્રથમ રાઉન્ડમાં જીત હાસિલ કરી હતી. ભારતીય જોડીએ ગ્વાટેમાલાની કોરલેટો સોટો ડિયાના અને સોટોમાયોર નિકતે એલેક્ઝેન્ડરેની જોડીને પરાજય આપ્યો હતો. ભારતીય મહિલાઓએ આ મુકાબલો 28 મિનિટમાં 21-10, 21-18થી પોતાના નામે કર્યો હતો. બીજા રાઉન્ડમાં આ જોડી જાપાનની શિહો ટાનાકા અને કોગારૂ યોનેમોટોની જોડી સામે ટકરાશે. જાપાની જોડીને પ્રથમ રાઉન્ડમાં બાઇ મળ્યું હતું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news