ભારતનો એવો 'જાદૂગર' જેના પર ફિદા થયો હતો હિટલર અને આપી દીધી હતી મોટી ઓફર

દુનિયામાં એવા અનેક ખેલાડી છે જેણે પોતાની ક્ષમતાને કારણે ઇતિહાસના પાના પર પર પોતાનું નામ નોંધાવી લીધું છે

ભારતનો એવો 'જાદૂગર' જેના પર ફિદા થયો હતો હિટલર અને આપી દીધી હતી મોટી ઓફર

નવી દિલ્હી : દુનિયામાં એવા અનેક ખેલાડી છે જેણે પોતાની ક્ષમતાને કારણે ઇતિહાસના પાના પર પર પોતાનું નામ નોંધાવી લીધું છે. ભારતના આવા જ એક ખેલાડી છે હોકી પ્લેયર મેજર ધ્યાનચંદ. Major Dhyan Chandને હોકીના જાદૂગર તરીકે ઓળખવામાં આવે છે. આજે તેમની 115મી જયંતિ છે. તેમણે પોતાની રમતથી ભારતને ઓલિમ્પિકમાં ત્રણ ગોલ્ડ મેડલ અપાવ્યા હતા અને આ કારણે જ તેમના જન્મદિવસને દેશમાં નેશનલ સ્પોર્ટસ ડે (National Sports Day 2019) તરીકે ઉજવવામાં આવ છે. 

ધ્યાનચંદનો જન્મ 29 ઓગસ્ટ, 1905ના દિવસે ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં થયો હતો. આ દિગ્ગજે 1928, 1932 અને 1936 ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. ભારતે ત્રણેય ગેમમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ડિમાન્ડ ઉઠી છે કે ધ્યાનચંદને ભારત રત્નથી સન્માનિત કરવા જોઈએ અને રમતજગતના પ્રેમીઓમાં આ ડિમાન્ડ ચર્ચાનો મુદ્દો બની છે. 

ધ્યાનચંદની કરિયરના એક મહત્વના પ્રસંગની વાત કરીએ તો 1936માં બર્લિન ઓલિમ્પિકની હોકી ફાઈનલ મેચમાં મેજબાન જર્મની અને ભારતની ટક્કર થઈ રહી હતી. મેજર ધ્યાનચંદની ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન બાદ તાનાશાહ હિટલરે ધ્યાનચંદને જર્મનીની નાગરિકતા અને સેનામાં મોટો હોદ્દો આપવાની રજૂઆત કરી હતી. તેમણે ધ્યાનચંદને જર્મની તરફથી રમવાની ઓફર પણ આપી હતી પરંતુ ધ્યાનચંદ હંમેશા ભારત તરફથી રમવા માટે ગૌરવ સમજતા. હોકી પ્રેમી દેશ વિયનામાં ધ્યાનચંદની ચાર હાથમાં ચાર હોકી સ્ટિક સાથે એક મૂર્તિ લગાવી અને દેખાડ્યું કે ધ્યાનચંદ કેટલા જબરદસ્ત ખેલાડી હતા. 

મેજર ધ્યાનચંદએ હોકીમાં જે સિદ્ધિ મેળવી છે તે કારણે જ તે વિશ્વના મહાન રમતવીરોમાં તેમનું નામ છે. જે પ્રકારે બોલ એમની સ્ટિકમાં ચિપકી રહેતી કે પ્રતિસ્પર્ધી ખેલાડીને કેટલીકવાર આશંકા થતી કે તેઓ જાદુઈ સ્ટિકથી રમી રહ્યા છે. મેજર ધ્યાનચંદની ગેમને જોતા એવી અફવાઓ પણ ઉડી હતી કે, તેમની હોકીમાં લોહી ચૂંબક લગાવવામાં આવ્યું છે, જેનાથી બોલ હોકી સાથે ચોટી જાય છે. હોલેન્ડમાં લોકોએ તેમની હોકી સ્ટિક પણ તોડાવી નાંખી હતી, પરંતુ માત્ર તે એક અફવા જ સાબિત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news