Watch: શ્રીલંકાની 3 ODIમાં મેદાન પર ફિલ્ડીંગમાં અથડાયા હતા 2 ખેલાડી, આ હાલતમાં દેશમાં પહોચ્યા

IND vs SL: બોલર કરુણારત્નેએ બોલ લેગ સાઇડ પર વિરાટ કોહલીને ફેંક્યો હતો. ભારતીય બેટ્સમેને તેને ડીપ મિડવિકેટ અને ડીપ સ્ક્વેર લેગ વચ્ચે ફટકાર્યો હતો. બોલ ફોર જતો હતો. આવી સ્થિતિમાં જેફરી વેન્ડરસે અને બંડારાએ બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ટક્કર થઈ હતી.

Watch: શ્રીલંકાની 3 ODIમાં મેદાન પર ફિલ્ડીંગમાં અથડાયા હતા 2 ખેલાડી, આ હાલતમાં દેશમાં પહોચ્યા

IND vs SL 3rd odi: તિરુવનંતપુરમમાં ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી અને છેલ્લી ODI મેચમાં એક ભયાનક અકસ્માત થયો હતો. બોલને રોકવાના પ્રયાસમાં શ્રીલંકાના ફિલ્ડરો ખરાબ રીતે અથડાયા હતા. આ બંને વચ્ચેની અથડામણ એટલી ખતરનાક હતી કે બંને ખેલાડીઓ જમીન પર પડ્યા રહ્યા અને પછી ફિઝિયોને મેદાન પર આવવું પડ્યું. વાત ત્યાં સુધી પહોંચી કે બે સ્ટ્રેચરને મેદાનમાં લાવવામાં આવ્યા અને પછી તેમને મેદાનથી બહાર લઈ જવામાં આવ્યાં હતા. હવે આ ખેલાડીઓ શ્રીલંકા પહોંચી ગયા છે પણ એમની હાલત સારી થઈ નથી. ભારતે આ મેચ 317 રનના રેકોર્ડથી જીતી લીધી હતી. 

આ ઘટના 43મી ઓવરમાં બની હતી. બોલર કરુણારત્નેએ બોલ લેગ સાઇડ પર વિરાટ કોહલીને ફેંક્યો હતો. ભારતીય બેટ્સમેને તેને ડીપ મિડવિકેટ અને ડીપ સ્ક્વેર લેગ વચ્ચે ફટકાર્યો હતો. બોલ ફોર જતો હતો. આવી સ્થિતિમાં જેફરી વેન્ડરસે અને બંડારાએ બોલને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન બંને વચ્ચે ટક્કર થઈ હતી.

— Jai Upadhyay (@jay_upadhyay14) January 15, 2023

બંને થયા હતાઘાયલ
વેંન્ડરસે ડાબી બાજુથી દોડ્યો અને બંડારા પણ બીજી બાજુથી બોલને રોકવા આવ્યો. પરંતુ બંને ખેલાડીઓ સામસામે આવી ગયા હતા. જ્યારે વેંન્ડરસેને માથામાં ઈજા થઈ, તો બંડારાને પગમાં ઈજા થઈ હતી. બોલ બાઉન્ડ્રી બહાર ગયો હતો પરંતુ આ બંને ખેલાડીઓ જમીન પર સૂઈ ગયા હતા. શ્રીલંકાના ફિઝિયો તરત જ દોડી આવ્યા. આ દરમિયાન ભારતીય ટીમનો મેડિકલ સ્ટાફ પણ મેદાન પર પહોંચી ગયો હતો. બંને ખેલાડીઓની હાલત જોઈને મેદાનમાં સ્ટ્રેચર લાવવામાં આવ્યા હતા અને બંને ખેલાડીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન વિરાટ કોહલીએ શ્રીલંકાના કેપ્ટન શનાકા સાથે વાત કરી અને બંને ખેલાડીઓની હાલત વિશે જાણ્યું હતું.

મેચ બંધ
આ દરમિયાન લગભગ 10 મિનિટ સુધી મેચ રોકાઈ ગઈ હતી. બંને ખેલાડીઓને સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યા અને પછી મેદાન પરના અમ્પાયરે શ્રીલંકાના કેમ્પમાં જઈને મેચ શરૂ કરવા કહ્યું. આ ચોગ્ગાની મદદથી કોહલી 99 રન સુધી પહોંચી ગયો અને પછીના બોલ પર તેણે પોતાની સદી પૂરી કરી, જે તેની વનડેમાં 46મી સદી હતી. આ સાથે જ આ તેની કુલ 74મી આંતરરાષ્ટ્રીય સદી છે. આ બંને ખેલાડીઓ કેટલા સમયમાં સ્વસ્થ થાય છે અને તેમની ઈજા કેટલી ગંભીર છે તે અંગે શ્રીલંકાને ચિંતા રહેશે. આ પછી વાન્ડરસે બોલિંગ કરી શક્યો ન હતો. શ્રીલંકા પાસે આ બેની જગ્યાએ અન્ય ખેલાડીને પસંદ કરવાનો વિકલ્પ છે, જેને કન્સશન સબસ્ટિટ્યુટ કહેવામાં આવે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news