IPL 2022: ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં પૂરી કરી 150 વિકેટ, ઝહીર ખાનને પાછળ છોડ્યો

ભુવનેશ્વર કુમાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 150 વિકેટ ખેરવનારો સાતમો બોલર છે. વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદના ટાઈટલ વિજયમાં ભુવનેશ્વર કુમારની ભૂમિકા મહત્વની રહી હતી.

IPL 2022: ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં પૂરી કરી 150 વિકેટ, ઝહીર ખાનને પાછળ છોડ્યો

 

પુણે: ભુવનેશ્વર કુમાર ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 150 વિકેટ ખેરવનારો સાતમો બોલર છે. વર્ષ 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદના ટાઈટલ વિજયમાં ભુવનેશ્વર કુમારની ભૂમિકા મહત્વની રહી હતી. સનરાઈઝર્સ હૈદરાબાદના ઝડપી બોલર ભુવનેશ્વર કુમારે રવિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં એક ખાસ સિદ્ધિ હાંસલ કરી લીધી. ભુવનેશ્વ કુમાર આઈપીએલમાં 150 વિકેટ ખેરવનારો પહેલો ભારતીય બોલર બની ગયો છે. 150 વિકેટ લેનારા અન્ય બે ઝડપી બોલરો લસિથ મલિંગા અને ચેન્નઈ સુપર કિંગ્સનો ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો છે. ભુવનેશ્વર કુમાર આીપીએલમાં 150 વિકેટના આંકડા સુધી પહોંચનારો ઓવરઓલ સાતમો બોલર બની ગયો છે. હરભજન સિંહ, પિયૂષ ચાવલા અને અમિત મિશ્રા અન્ય ત્રણ ભારતીય બોલર છે. જેમણે 150 વિકેટ પૂરી કરી છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ આ સિદ્ધની એકદમ નજીક છે. રાજસ્થાન રોયલ્સના સ્પિનર અશ્વિને અત્યાર સુધી 167 મેચમાં 145 વિકેટ ખેરવી છે.

 

ઈજાના કારણે ભુવીની કારકિર્દી ખરાબ થઈ:
વર્ષ 2016માં આઈપીએલમાં સનરાઈઝર્સ હૈદરાબાદના ટાઈટલ વિજયમાં ભુવનેશ્વરની ભૂમિકા સૌથી વધારે મહત્વની રહી હતી. ભુવનેશ્વર કુમારે તે સિઝનમાં કુલ 23 વિકેટ ખેરવી હતી. તેના પછી તેણે 2017ની આઈપીએલમાં 26 વિકેટ ઝડપી. જોકે કેટલાંક વર્ષોમાં ઈજાના કારણે આઈપીએલ અને ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેના પ્રદર્શનમાં ઘટાડો થયો છે.

આઈપીએલ 2020 - ઈજાના કારણે બહાર

આઈપીએલ 2020 - 4 મેચમાં 3 વિકેટ

આઈપીએલ 2021- 11 મેચમાં 6 વિકેટ

આઈપીએલ 2022 - 4.20 કરોડમાં ખરીદ્યો

પાવરપ્લેમાં ભુવીના નામે સૌથી વધારે વિકેટ:
ભુવનેશ્વર કુમારે પંજાબ કિંગ્સ સામે મેચમાં વધુ એક સિદ્ધિ હાંસલ કરી લીધી. ભુવી આઈપીએલમાં પાવરપ્લે ઓવર્સમાં સૌથી વધારે વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ મામલામાં તેણે ઝહીર ખાન અને સંદીપ શર્માને પાછળ છોડી દીધો. ભુવીએ શિખર ધવનને આઉટ કરીને પાવર પ્લેમાં પોતાની 53મી વિકેટ લીધી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news