બીસીસીઆઈએ નાડાની વાત માની, રિજિજૂએ પગલાનું કર્યું સ્વાગત

ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ શનિવારે બીસીસીઆઈની રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી અંતર્ગત આપવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. 

બીસીસીઆઈએ નાડાની વાત માની, રિજિજૂએ પગલાનું કર્યું સ્વાગત

નવી દિલ્હીઃ ખેલ પ્રધાન કિરણ રિજિજૂએ શનિવારે બીસીસીઆઈના રાષ્ટ્રીય એન્ટી ડોપિંગ એજન્સી (નાડા)ની અંતર્ગત આવવાના નિર્ણયનું સ્વાગત કર્યું અને રમતોમાં સ્વચ્છ અને પારદર્શી શાસનની દિશામાં એક મોટુ પગલું ગણાવ્યું છે. વર્ષો સુધી હા-ના કર્યા બાદ આખરે ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) શુક્રવારે રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની હેઠળ આવવા માટે તૈયાર થઈ ગયું હતું. 

ત્યારબાદ તેનું રાષ્ટ્રીય ખેલ મહાસંઘ (એનએસએફ) બનવાની સંભાવના વધી ગઈ છે. રિજિજૂએ કહ્યું, 'હું નથી ઈચ્છતો કે કોઈપણ મુદ્દો કે મામલો વણઉકેલ્યો રહે. તમામ મતભેદ સર્વસંમતિથી ઉકેલી લેવા જોઈએ, કારણ કે રમતો અને ખેલાડીઓના હિતમાં રમતોમાં સ્વચ્છ અને પારદર્શી શાસનમાં વિશ્વાસ કરુ છું.'

હવે નાડા કરશે બીસીસીઆઈના ખેલાડીઓનો ડોપ ટેસ્ટ
ર્ષો સુધી હા-ના કર્યા બાદ અંતે ભારતીય ક્રિકેટ બોર્ડ રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સી (નાડા)ની હેઠળ આવવા તૈયાર થઈ ગયું છે. રમત સચિવ રાધેશ્યામ જુલાનિયાએ શુક્રવારે આ જાણકારી આપી છે. બીસીસીઆઈના સીઈઓ રાહુલ જોહરી સાથે શુક્રવારે મુલાકાત બાદ જુલાનિયાએ કહ્યું કે, બોર્ડે લેખિતમાં આપ્યું છે કે તે નાડાની ડોપિંગ વિરોધી નીતિનું પાલન કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news