BCCIને પણ પસંદ આવ્યું મોટેરા સ્ટેડિયમ, કહ્યું- 24 તારીખની રાહ જોઈ રહ્યો છું


બીસીસીઆઈએ મંગળવારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનો ફોટો શેર કર્યો હતો. 

BCCIને પણ પસંદ આવ્યું મોટેરા સ્ટેડિયમ, કહ્યું- 24 તારીખની રાહ જોઈ રહ્યો છું

અમદાવાદઃ ગુજરાતના અમદાવાદમાં નવનિર્મિત મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જલદી વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ બની જશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ મંગળવારે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનો ફોટો શેર કર્યો હતો. આ ફોટોએ પ્રશંસકોને ખુશ કરી દીધા હતા. આ સ્ટેડિયમમાં 1 લાખ 10 હજાર લોકોને બેસવાની ક્ષમતા છે. તેનું ઉદ્ઘાટન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. 

બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીને આ સ્ટેડિયમે ખુબ પ્રભાવિત કર્યાં છે. ગાંગુલીએ મંગળવારે ટ્વીટ કરતા લખ્યું, 'અમદાવાદમાં આટલું મોટું અને શાનદાર સ્ટેડિયમ જોઈને ખુશી થઈ. એક ખેલાડી, કેપ્ટન તરીકે આ મેદાન સાથે મારી ઘણી યાદો જોડાયેલી છે. ગાંગુલીએ કહ્યું કે, આ સ્ટેડિયમને 24 તારીખે જોવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છું.'

— Sourav Ganguly (@SGanguly99) February 19, 2020

તમને જણાવી દઈએ કે સ્ટેડિયમનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. સૌથી પહેલા આ સ્ટેડિયમ 1982માં બન્યું હતું. તે માટે ગુજરાત સરકારે 50 એકર જમીન આપી હતી. વર્ષ 1983થી આ સ્ટેડિયમમાં આંતરરાષ્ટ્રીય મેચોનું આયોજન થવા લાગ્યું હતું. અત્યાર સુધી મોટેરામાં એક ટી20 આંતરરાષ્ટ્રીય, 12 ટેસ્ટ મેચ અને 25 વનડેનું આયોજન થયું છે. સંભાવના છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. 

— BCCI (@BCCI) February 19, 2020

આ પહેલા ગઈકાલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મોટેરા સ્ટેડિયમનો પ્રવાસ કર્યો અને ટ્રમ્પની મુલાકાત પહેલા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ પોતાના પત્ની મેલાનિયા ટ્રમ્પની સાથે આ સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news