T20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, નવા અંદાજમાં જોવા મળશે ખેલાડી

T20 World Cup શરૂ થતાં પહેલા બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ કરી દીધી છે. આ જર્સીમાં ભારતના કેટલાક ખેલાડીઓની એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે. 

T20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી લોન્ચ, નવા અંદાજમાં જોવા મળશે ખેલાડી

નવી દિલ્હીઃ ટી20 વિશ્વકપ 2021ની શરૂઆત યૂએઈ અને ઓમાનમાં થવાની છે. આ ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. પરંતુ બુધવારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી20 વિશ્વકપ (T20 World Cup) માટે ટીમ ઈન્ડિયાની જર્સી પણ લોન્ચ કરી દીધી છે. બ્લૂ કલરની આ જર્સીને પહેરીને ટીમ ઈન્ડિયાના ખેલાડી શાનદાર લાગી રહ્યાં છે. 

બીસીસીઆઈએ લોન્ચ કરી જર્સી
બીસીસીઆઈએ હાલમાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, આ પોસ્ટ ટી20 વિશ્વકપમાં ટીમ ઈન્ડિયાની જર્સીને લઈને છે. આ પોસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્મા સહિત ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડી નવી જર્સીમાં જોવા મળી રહ્યાં છે. બ્લૂ રંગની આ જર્સીની સ્પોન્સર BYJUS છે. મહત્વનું છે કે આ કંપની લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની જર્સીને સ્પોન્સર કરી રહી છે. 

24 ઓક્ટોબરે પ્રથમ મેચ
ટીમ ઈન્ડિયા 24 ઓક્ટોબરે ટી20 વિશ્વકપમાં પોતાની પ્રથમ મેચ રમશે. આ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે છે. મહત્વનું છે કે વિશ્વકપની શરૂઆત 17 ઓક્ટોબરથી યૂએઈ અને ઓમાનમાં થઈ રહી છે. ટીમ ઈન્ડિયા પાકિસ્તાનને પરાજય આપી ટૂર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરવા ઈચ્છશે. મહત્વનું છે કે અત્યાર સુધી પાકિસ્તાનની ટીમ વિશ્વકપની મેચમાં ભારતને હરાવી શકી નથી. 

વિશ્વકપમાં પાકિસ્તાન ભારત સામે જીત્યું નથી
ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી20 વિશ્વકપમાં પાંચ મેચ રમાઇ છે, જેમાં પાકિસ્તાન ક્યારેય જીત મેળવી શક્યું નથી. 24 ઓક્ટોબરે બંને ટીમ 2 વર્ષ બાદ આમને-સામને હશે. છેલ્લે 2019ના વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર જોવા મળી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news