અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને નવો ડ્રામા, શું 2 પિચ તૈયાર કરાવી રહ્યું છે BCCI?

IND vs AUS: અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. ક્યૂરેટર બે પિચ તૈયાર કરી રહ્યાં છે, પરંતુ કઈ પિચ પર મેચ રમાશે તે હજુ નક્કી કરવામાં આવ્યું નથી. 
 

અમદાવાદમાં ચોથી ટેસ્ટ મેચ પહેલાં પિચને લઈને નવો ડ્રામા, શું 2 પિચ તૈયાર કરાવી રહ્યું છે BCCI?

અમદાવાદઃ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) માં અત્યાર સુધી સૌથી વધુ ચર્ચાનો વિષય પિચ રહી છે. પછી વાત નાગપુરની હોય, દિલ્હીની હોય કે પછી ઈન્દોરની, પરંતુ હવે અમદાવાદમાં એક નવો ડ્રામા જોવા મળી રહ્યો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાર મેચોની ટેસ્ટ સિરીઝનો છેલ્લો મુકાબલો 9 માર્ચથી રમાવાનો છે, પરંતુ આ પહેલાં 7 માર્ચની સવારે અલગ નજારો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં જોવા મળ્યો, જ્યારે બે પિચને કવર કરવામાં આવી. આ દ્રશ્યએ કહાનીમાં અલગ એંગલ આપી દીધો છે. 

નોંધનીય છે કે સિરીઝની પ્રથમ બે મેચમાં ભારતને જીત મળી હતી અને ઈન્દોરમાં ઓસ્ટ્રેલિયાને જીત મળી, જે પિચને આઈસીસીએ ખરાબ રેટિંગ આપ્યું અને ઈન્દોરના ખાતામાં ત્રણ ડેમેરિટ પોઈન્ટ પણ જોડ્યા. આઈસીસીના આ રેટિંગ અને પિચની આલોચનાને કારણે અમદાવાદમાં બે ઢાંકેલી પિચો પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ભારત સિવાય ઓસ્ટ્રેલિયાના પત્રકારોએ જે તસવીર શેર કરી છે, તેમાં જોઈ શકાય છે કે બે પિચોને ઢાંકવામાં આવી છે, પરંતુ તે પુષ્ટિ થઈ નથી કે કઈ પિચ પર મેચ રમાશે. 

— Louis Cameron (@LouisDBCameron) March 7, 2023

શું ક્યૂરેટર બે પિચ તૈયાર કરી રહ્યાં છે? શું તેમણે અત્યાર સુધી 22 ગજની પટ્ટી પર નિર્ણય લીધો નથી? સિરીઝ ડિસાઇડર મેચ શરૂ થવામાં 48 કલાક કરતા ઓછો સમય બાકી છે અને બે પિચ તૈયાર કરવામાં આવી રહી છે. તેવામાં શું તે સંભાવના છે કે પિચ પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી, પરંતુ પિચોના બે સેટો પર રાખેલા કવરોએ નવી અટકળોને જન્મ આપી દીધો છે. સિરીઝની છેલ્લી ટેસ્ટ ખુબ મહત્વની છે, કારણ કે ઓસ્ટ્રેલિયા પાસે સિરીઝ બરાબર કરવાની તક છે, જ્યારે ભારતની પાસે સિરીઝ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની તક છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news