T20 વર્લ્ડકપમાં હાર બાદ BCCI ની મોટી એક્શન, તમામ સિલેક્ટર્સને કર્યા સસ્પેંડ

Indian Cricket Team:ટી20 વર્લ્ડકપ 2022 માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇમાં ફેરફારની માંગણી ઉદભવી હતી. હવે બીસીસીઆઇએ પોતાના તમામ સિલેક્ટર્સને સસ્પેંડ કરી દીધા છે અને નવી અરજીઓને મંગાવવામાં આવી છે. 
 

T20 વર્લ્ડકપમાં હાર બાદ BCCI ની મોટી એક્શન, તમામ સિલેક્ટર્સને કર્યા સસ્પેંડ

Indian Cricket Team:ટી20 વર્લ્ડકપ 2022 માં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઇમાં ફેરફારની માંગણી ઉદભવી હતી. હવે બીસીસીઆઇએ પોતાના તમામ સિલેક્ટર્સને સસ્પેંડ કરી દીધા છે અને નવી અરજીઓને મંગાવવામાં આવી છે. 

BCCI એ લીધો મોટો નિર્ણય
રોહિત શર્માના નેતૃત્વવાળી ભારતીય ટીમને ટી20 વર્લ્ડકપ 2022 ની સેમીફાઇનલમાં 10 વિકેટથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. હવે બીસીસીઆઇએ ચેતન શર્માના નેતૃત્વવાળી ચાર સભ્યોની વરિષ્ઠ રાષ્ટ્રીય પસંદગી સમિતિને સસ્પેંડ કરી દીધી છે. ચેતન શર્મા (ઉત્તર ક્ષેત્ર), હરવિંદર સિંહ (મધ્ય ક્ષેત્ર), સુનીલ જોશી (દક્ષિણ ક્ષેત્ર) અને દેબાશી મોહંતી (પૂર્વી ક્ષેત્ર) ને હટાવી દેવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક સિલેક્ટર્સની નિયુક્તિ 2020 માં થઇ હતી. 

— BCCI (@BCCI) November 18, 2022

BCCI એ મંગાવી નવી અરજી
BCCI એ પોતાના નિવેદનમાં કહ્યું કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) નેશનલ સિલેક્ટર્સના પદ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જે ઉમેદવાર ઉક્ત પદ માટે અરજી કરવા માંગે છે, તેમને પોતાની અરજી પર વિચાર કરવા માટે નિમ્નલિખિત માપદંડોને પુરા કરવા પડશે. 

BCCI ની અરજી માટે માપદંડોની યાદી
A) 7 ટેસ્ટ મેચ:અથવા
B) 30 પ્રથમ શ્રેણી મેચ: અથવા
C) 10 ODI અને 20 પ્રથમ મેચ શ્રેણી।
D) જે વ્યક્તિ અરજી કરી રહ્યા હોય, તેને પાંચ વર્ષ પહેલાં સંન્યાસ લઇ લીધો છે. 

આ તારીખ સુધી કરી શકે છે અરજી
કોઇપણ વ્યક્તિ જે કુલ 5 વર્ષ માટે કોઇપણ ક્રિકેટ સમિતિ (બીસીસીઆઇના નિયમો અને વિનિયમોમાં પરિભાષિત) સભ્ય રહ્યો હોય, તે પુરૂષોની પસંદગી સમિતિના સભ્ય બનવા માટે પાત્ર રહેશે નહી. અરજી 28 નવેમ્બર 2022 સુધી સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. 

(Input By Kiran Chopra)

આ પણ વાંચો: 7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news