વિકેટકીપર સાહાને ધમકાવનાર પત્રકાર પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ

Wriddhiman Saha Journalist: ટીમ ઈન્ડિયાના વિકેટકીપર સાહાના મામલામાં બીસીસીઆઈએ રાજીવ શુક્લા, અરૂણ સિંહ ધૂમલ અને પ્રભતેજ સિંહ ભાટિયાની ત્રણ સભ્યોની કમિટી બનાવી હતી. હવે પત્રકાર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

વિકેટકીપર સાહાને ધમકાવનાર પત્રકાર પર બીસીસીઆઈની કાર્યવાહી, લગાવ્યો બે વર્ષનો પ્રતિબંધ

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટર રિદ્ધિમાન સાહાને ધમકાવનાર પત્રકાર બોરિયા મજૂમદાર પર પગલાં ભર્યા છે. સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ બોરિયા પર બીસીસીઆઈએ બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો છે. મહત્વનું છે કે આ વિવાદની તપાસ કરવા માટે ક્રિકેટ બોર્ડે રાજીવ શુક્લા, પ્રભતેજ સિંહ ભાટિયા અને અરૂણ સિંહ ધૂમલની એક ત્રણ સભ્યોની સમિતિ બનાવી હતી. તપાસ બાદ આ પત્રકાર દોષી સાબિત થયો અને હવે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 

પ્રતિબંધ લગાવ્યા બાદ શું થશે?
બીસીસીઆઈના પ્રતિબંધ બાદ જાણીતા ખેલ પત્રકાર બોરિયા મજૂમદાર કોઈપણ સ્ટેડિયમમાં પ્રવેશ કરી શકશે નહીં. તો પત્રકાર બીસીસીઆઈ સાથે જોડાયેલા કોઈ કાર્યક્રમમાં હાજરી આપી શકશે નહીં. તો કોઈ ખેલાડીને પત્રકાર સાથે વાત કરવાની મંજૂરી મળશે નહીં. મહત્વનું છે કે જ્યારે પસંદગીકારોએ સાહાને ટેસ્ટ ટીમમાંથી બહાર કર્યો તો પત્રકારે તેની સાથે વાત કરવાની ઈચ્છા દર્શાવી હતી. પરંતુ સાહાએ ના પાડતા પત્રકાર તેના પર ગુસ્સે થયો હતો અને ધમકી આપી હતી. 

શું છે સમગ્ર ઘટના
નોંધનીય છે કે વિકેટકીપર બેટર સાહાએ પત્રકાર પર આરોપ લગાવ્યો કે તેને ધમકી આપી હતી. વિકેટકીપરે પત્રકાર પર ઈન્ટરવ્યૂ ન આપવા માટે પરેશાન કરવાનો આરોપ લગાવ્યો હતો. બંને વચ્ચેની વાતચીતના સ્ક્રીનશોટ સાહાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. સાહાએ જે સ્ક્રીનશોટ શેર કર્યો હતો તે પ્રમાણે પત્રકારે કહ્યુ હતુ કે, મારી સાથે એક ઈન્ટરવ્યૂ કરીશ તે સારૂ હશે. તેણે (પસંદગીકારોએ) માત્ર એક વિકેટકીપરને પસંદ કર્યો. કોણ બેસ્ટ છે. તમે 11 પત્રકારને પસંદ કરવાનો પ્રયાસ કર્યો, જે મારા માટે સારૂ નથી. તેને પસંદ કર જે વધુ મદદ કરી શકે. તે કોલ ન કર્યો. હવે હું તારૂ ઈન્ટરવ્યૂ ક્યારેય નહીં કરૂ અને તને યાદ રાખીશ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news