IND vs AUS: ભારતે અંતિમ-12 ખેલાડીઓ તો ઓસ્ટ્રેલિયાએ પ્લેઇંગ ઈલેવન કરી જાહેર
ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝની શરૂઆત એડીલેડ ટેસ્ટથી થશે, જ્યાં બંન્ને ટીમ 6 ડિસેમ્બે ટકરાશે. એડીલેડ ઓવલમાં પોતાનો 12 ટેસ્ટ રમવા માટે ટીમ ઈન્ડિયા મેદાને ઉતરશે.
Trending Photos
એડીલેડઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ ટેસ્ટ માટે ભારતે પોતાના 12 ખેલાડીઓ પસંદ કરી લીધા છે. સિરીઝની શરૂઆત એડીલેડ ટેસ્ટ સાથે થશે, જ્યાં 6 ડિસેમ્બરે પ્રથમ મેચ રમાશે.
બીસીસીઆઈએ ટ્વીટ કરીને 12 ખેલાડીઓની નામની જાહેરાત કરી છે.
વિરાટ કોહલી (કેપ્ટન), અંજ્કિય રહાણે (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, મુરલી વિજય, ચેતેશ્વર પૂજારા, રોહિત શર્મા, હનુમા વિહારી, રિષભ પંત, આર. અશ્વિન, મોહમ્મદ શમી, ઈશાંત શર્મા, જસપ્રીત બુમરાહ.
Team India's 12 for the 1st Test against Australia in Adelaide: Virat Kohli (C), A Rahane (VC), KL Rahul, M Vijay, C Pujara, Rohit Sharma, Hanuma Vihari, R Pant (WK), R Ashwin, M Shami, I Sharma, Jasprit Bumrah #TeamIndia #AUSvIND
— BCCI (@BCCI) December 5, 2018
ભારતની ફાસ્ટ બોલિંગની જવાબદારી શમી, ઈશાંત શર્મા અને જસપ્રીત બુમરાહ પર હશે. ભુવનેશ્વર કુમારને સ્થાન આપવામાં આવ્યું નથી. ઉમેશ યાદવ પણ બહાર રહેશે. તો સ્પિન વિભાગની જવાબદારી આર. અશ્વિન સંભાળશે. જાડેજાને અંતિમ-12મા સ્થાન આપવામાં આવ્યું નથી. ચાઇનામેન કુલદીપ યાદવ પણ સ્થાન મળ્યું નથી. હનુમા વિહારી બેટિંગ ઉપરાંત પોતાની ઓફ સ્પિન બોલિંગથી ટીમને મદદ કરી શકે છે. તેવામાં જોવાનું રહેશે કે હનુમા વિહારે કે રોહિત શર્મામાંથી કોને અંતિમ ઈલેવનમાં સ્થાન મળે છે.
બીજીતરફ ઓસ્ટ્રેલિયાએ પણ પ્રથમ ટેસ્ટ માટે પોતાના 11 ખેલાડીઓના નામની જાહેરા કરી દીધી છે. માર્કર હૈરિસ એડીલેડ ટેસ્ટમાં પર્દાપણ કરશે. જ્યારે મિશેલ માર્શને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
BREAKING
Australia XI for the first Test: Marcus Harris, Aaron Finch, Usman Khawaja, Shaun Marsh, Peter Handscomb, Travis Head, Tim Paine (c), Pat Cummins, Mitchell Starc, Nathan Lyon, Josh Hazlewood #AUSvIND
— cricket.com.au (@cricketcomau) December 5, 2018
ઓસ્ટ્રેલિયાના 11 ખેલાડીઓઃ માર્કસ હૈરિસ, એરોન ફિન્ચ, ઉસ્માન ખ્વાજા, શોન માર્શ, પીટર હૈંડસ્કોમ્બ, ટ્રેવિસ હેડ, ટિમ પેન (કેપ્ટન), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેઝલવુડ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે