BCCI એ અંડર-19 વર્લ્ડ કપ માટે Team India ની કરી જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન

U19 WC 2022: અંડર-19 વર્લ્ડ કપનું આયોજન 14 જાન્યુઆરીથી થશે. ભારતીય ટીમે ચાર વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. આ વખતે પણ ટીમ ખિતાબની દાવેદાર છે.

BCCI એ અંડર-19 વર્લ્ડ કપ માટે Team India ની કરી જાહેરાત, આ ખેલાડી બન્યો કેપ્ટન

નવી દિલ્હી: અંડર-19 વર્લ્ડ કપ (U19 WC 2022) માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. BCCI ની ઓલ ઈન્ડિયા જુનિયર સિલેક્શન કમિટીએ રવિવારે સાંજે 17 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. આ વખતે ટીમની કમાન દિલ્હીના ખેલાડી યશ ધૂલ (Yash Dhull) ને સોંપવામાં આવી છે, જ્યારે એસકે રાશિદને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ વર્લ્ડ કપ 14 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. વર્લ્ડ કપનું આ 14 મું સંસ્કરણ છે, જેમાં 16 ટીમો ભાગ લેશે અને ટાઇટલ જીતવાનો પ્રયાસ કરશે. અત્યાર સુધી ભારતીય ટીમ ચાર વખત અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે અને આ વખતે પણ તે આ ટૂર્નામેન્ટની પ્રબળ દાવેદાર છે.

અંડર-19 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
યશ ધૂલ (કેપ્ટન), એસકે રાશિદ (વાઈસ કેપ્ટન), હરનૂર સિંહ, અંગક્રિશ રઘુવંશી, નિશાંત સિંધુ, સિદ્ધાર્થ યાદવ, અનીશ્વર ગૌતમ, દિનેશ બાના, આરાધ્યા યાદવ (વિકેટ કીપર), રાજ અંગદ બાવ, માનવ પારખી, કૌશલ તાંબે, આરએસ હૈંગરગેકર, વાસુ વત્સો, વિકી ઓસ્તવાલ, રવિ કુમાર, ગર્વ સાંગવાન.

સ્ટેન્ડબાય ખેલાડી
રિષિત રેડ્ડી, ઉદય સહારન, અંશ ગોસાઈ, અમૃત રાજ ઉપાધ્યાય, પીએમ સિંહ રાઠોડ

Go well, boys! 👍 👍 pic.twitter.com/im3UYBLPXr

— BCCI (@BCCI) December 19, 2021

ચાર વખત ખિતાબ જીતી ચૂકી છે ભારતીય ટીમ
ભારતીય ટીમે વર્ષ 2000, 2008, 2012 અને 2018 માં અંડર-19 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. આ ઉપરાંત ટીમ વર્ષ 2016 અને 2020 માં આ ટૂર્નામેન્ટની રનર અપ રહી હતી. હવે જોવાનું રહેશે કે આ વખતે યશ ધૂલની કેપ્તાની હેઠળ ટીમ કેવું પ્રદર્શન કરે છે. આમ તો અગાઉની ટૂર્નામેન્ટમાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. જેથી આશા છે કે આ વખતે ટીમ વર્લ્ડ કપ જીતી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news