9 મહિનાનો પ્રતિબંધ પૂરો, બેનક્રોફ્ટની પર્થ સ્કોર્ચર્સ ટીમમાં વાપસી
ban for ball tampering expired દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે માર્ચમાં થયેલા બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ 26 વર્ષના ઓપનિંગ બેટ્સમેન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
Trending Photos
મેલબોર્નઃ બોલ ટેમ્પરિંગમાં દોષી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરૂન બેનક્રોફ્ટનો નવ મહિનાનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ ગયો છે, ત્યારબાદ તેને પર્થ સ્કોર્ચર્સની ટીમમાં સામેલ કરી લેવામાં આવ્યો છે. જે બિગ બેશ લીગમાં આગામી મુકાબલો હોબાર્ટ હેરિકેન્સ વિરુદ્ધ રમશે. દક્ષિણ આફ્રિકામાં આ વર્ષે માર્ચમાં થયેલા બોલ છેડછાડ વિવાદ બાદ 26 વર્ષના ઓપનિંગ બેટ્સમેન બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.
તત્કાલીન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને વાઇસ કેપ્ટન ડેવિડ વોર્નર પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. બેનક્રોફ્ટે ઇંસ્ટાગ્રામ પર લખ્યું, છેલ્લા નવ મહિનાની સફર વિશે શું કહું. હું જ્યાં છું તેના માટે આભારી છું અને એક માણસ તરીકે આગળ વધતો રહીશ. છેલ્લા નવ મહિનામાં વ્યક્તિગત, દળ, ટીમ અને સમુદાય તરીકે જે મારી યાત્રાનો ભાગ રહ્યા તેનો આભાર. તેનાથી તમારા મહત્વનો ખ્યાલ આવે છે.
બેનક્રોફ્ટ ગત સપ્તાહે કહ્યું હતું કે, બોલ ટેમ્પરિંગ મામલા બાદથી તે બદલી ચુક્યો છે અને યોગ પ્રશિક્ષક બનવા માટે ક્રિકેટ છોડવાનું વિચારી રહ્યો હતો. બેનક્રોફ્ટે પોતાને લખેલા લાંબા પત્રમાં તે ઘટના બાદથી અત્યાર સુધી પોતાના સંઘર્ષની સફરનો ઉલ્લેખ કર્યો છે. આ પત્ર વેસ્ટ ઓસ્ટ્રેલિયાના અખબારમાં છપાયો હતો.
બેનક્રોફ્ટે જણાવ્યું કે, કોચ જસ્ટિન લેંગર અને એડમ વોજીસનો તેના પર કેટલો પ્રભાવ છે. બેને તે પણ કહ્યું કે, ક્રિકેટથી દૂર રહેતા યોગ તેના જીવનનું અભિન્ન અંગ બની ગયું અને તેણે યોગ શિક્ષક બનવા માટે રમત છોડવાનું મન બનાવી લીધું હતું.
બેનક્રોફ્ટે લખ્યું- લગભગ ક્રિકેટ તારા માટે નથી. પોતાની જાતને પૂછો, શું હું વાપસી કરીશ. યોગથી સંતોષ મળે છે. બાદમાં બેનક્રોફ્ટે ક્રિકેટમાં વાપસીનો નિર્ણય લીધો અને 30 ડિસેમ્બરે પર્થ સ્કોર્ચર્સ માટે બિગ બેશ લીગમાં ટી20 મેચ રમશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે