સૌરભ વર્માનો કમાલ, રૂસ ઓપન જીતીને બનાવ્યો આ મોટો રેકોર્ડ

વર્લ્ડ નંબર-65 સૌરભે પુરૂષ સિંગલ વર્ગના ટાઇટલ મુકાબલામાં જાપાનના કોકી વતાનાબેને પરાજય આપ્યો. 

સૌરભ વર્માનો કમાલ, રૂસ ઓપન જીતીને બનાવ્યો આ મોટો રેકોર્ડ

વ્લાદિવોસ્કોત (રૂસ): ભારતીય બેન્ડમિન્ટન ખેલાડી સૌરભ વર્માએ પોતાના સારા પ્રદર્શનની મદદથી રવિવારે રૂસ ઓપનનું ટાઇટલ પોતાના નામે કરી લીધું. આ સાથે સૌરભ આ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય પુરૂષ ખેલાડી બની ગયો છે. મહિલા વર્ગમાં ગદ્દે રૂત્વિકા શિવાનીએ 2016માં ટાઇટલ જીત્યું હતું. 

વર્લ્ડ નંબર-65 સૌરભે પુરૂષ સિંગલ વર્ગના ફાઇનલ મેચમાં જાપાનના કે કોકી વતાનાબેને પરાજય આપ્યો. સૌરભે એક કલાક સુધી ચાલેલા મુકાબલામાં વતાનાબેને  19-21, 21-12, 21-17થી પરાજય આપીને ટાઇટલ કબજે કર્યું. 

ભારતીય ખેલાડીનો સામનો પ્રથમવાર જાપાની ખેલાડી વતાનાબેની સાથે થઈ રહ્યો હતો. તેવામાં સૌરભે કોઇપણ દબાણ વગર જીત મેળવી. જ્યાં એક તરફ આ ટૂર્નામેન્ટમાં સૌરભને જીત મળી તો ફાઇનલ સુધી સફર કરનાર રોહન કપૂર અને કુહુ ગર્ગની જોડીનો પરાજય થયો છે. 

કુહુ અને રોહનની જોડીને મિક્સ ડબલ્સના ફાઇનલમાં દક્ષિણ કોરિયાની મિન ક્યુંગ કિમ અને રૂસના વ્લાદિમીર ઇવાનોવની જોડીએ સીધા સેટમાં 21-19, 21-17થી હરાવીને ટાઇટલથી વંચિત રાખ્યા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news