વિરાટ કોહલી અને બાબર આઝમની તુલના પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

અખ્તરએ સોશિયલ મીડિયા પર વાતચીત દરમિયાન કહ્યું કે 'બાબર આઝમ એક ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર છે અને તેમને વિરાટ કોહલી, જે રૂટ (Joe Root) અને કેન વિલિયમસન Kane Williamson)ના લેવલ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખવો પડશે.

વિરાટ કોહલી અને બાબર આઝમની તુલના પર શોએબ અખ્તરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ પેસર શોએબ અખ્તર (Shoaib Akhtar)એ બાબર આઝમ (Babar Azam)ની ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) સાથે તુલના પર પોતાનો અભિપ્રાય જાહેર કર્યો છે. અખ્તરનું માનવું છે કે વિરાટ અને આઝમ બંને શાનદાર ખેલાડી છે હાલ બંનેની તુલના કરવી યોગ્ય નથી કારણ કે ટીમ ઇન્ડીયા પાકિસ્તાન કરતાં વધુ ઇન્ટરનેશનલ મેચ રમે છે. એવામાં વિરાટ સતત રેકોર્ડ પર રેકોર્ડ બનાવે છે, તો બીજી તરફ આઝમને રમવાની તક મળી નથી, તેથી આઝમ અને અન્ય પાકિસ્તાની ક્રિકેટર્સ પોતાના નવા લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સંઘર્ષ કરે છે. 

અખ્તરએ સોશિયલ મીડિયા પર વાતચીત દરમિયાન કહ્યું કે 'બાબર આઝમ એક ખૂબ જ પ્રતિભાશાળી ક્રિકેટર છે અને તેમને વિરાટ કોહલી, જે રૂટ (Joe Root) અને કેન વિલિયમસન Kane Williamson)ના લેવલ સુધી પહોંચવાનો લક્ષ્ય રાખવો પડશે. હૈદર અલી નામનો એક છોકરો છે જે જલદી પાકિસ્તાન માટે રમશે. તે પણ એક અસાધારણ બેટ્સમેન છે.

વિરાટ કોહલી અને બાબર આઝમ બંને ક્લાસિક ખેલાડી છે, પરંતુ તેમની તુલના કરવી યોગ્ય નથી કારણ કે પાકિસ્તાન ભારતની તુલનામાં ઓછી ટેસ્ટ અને વનડે રમે છે. બંને ખેલાડીઓની પ્રતિબદ્ધતા મને વિશ્વાસ અપાવે છે કે બંને ભવિષ્યમાં ઘણા રેકોર્ડ તોડશે, પરંતુ બંનેની તુલના કરવી યોગ્ય નથી. 

અહીં તમને યાદ અપાવી  દઇએ કે મોટાભાગે વિરાટ કોહલીની તુલના ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે થાય છે. પરંતુ ગત થોડા વર્ષોમાં આઝમ અને વિરાટની તુલના પણ સામાન્ય થઇ ગઇ છે પરંતુ ઘણા પાકિસ્તાની ક્રિકેટર્સએ આઝમની વિરાટ સાથે તુલનાને ઉતાવળ ગણાવી છે અને કહ્યું કે આઝમને વિરાટ જેવા બનવામાં હજુ ઘણો સમય લાગશે. તો બીજી તરફ વિરાટે ક્રિકેટના ઇતિહાસમાં પોતાનું ખાસ સ્થાન બનાવ્યું છે અને તેને રમત જગતન આજે દુનિયાના સૌથી સારા બેટ્સમેન તરીકે ઓળખે છે. એવામાં આઝમને જલદી કેટલાક એવા રેકોર્ડ્સ બનાવવા પડશે કોકે વિરાટે તેમના પહેલાં પ્રાપ્ત કરી લીધા છે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news