AUS vs IND: વનડે મેચ પહેલા રોહિતની ઈજા પર બોલ્યો કેપ્ટન કોહલી, મને સંપૂર્ણ જાણકારી નથી
શુક્રવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાનાર એક દિવસીય મેચ પૂર્વે મીડિયાના સવાલોના જવાબ આપતા કોહલીએ કહ્યુ કે, આ મહિનાની શરૂઆતમાં થયેલી પસંદગી સમિતિની બેઠક પહેલા રોહિતને ગેરહાજર ગણાવવામાં આવ્યો હતો.
Trending Photos
સિડનીઃ ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (India vs Australia) પ્રથમ એકદિવસીય મુકાબલો શુક્રવારે સિડનીમાં રમાશે. આ પહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ગુરૂવારે કહ્યુ કે, રોહિત શર્મા (Rohit Sharma Injury)ની ઈજાને લઈને ભ્રમની સ્થિતિમાં છે અને તેની પાસે ઈજાની સ્થિતિને લઈને સંપૂર્ણ સૂચના નથી. તેણે સાથે કહ્યું કે, તેને ખ્યાલ નથી કે બાકી ટીમની સાથે રોહિત ઓસ્ટ્રેલિયા કેમ ન આવ્યો.
કોહલીનો જવાબ
કોહલીએ કહ્યુ, 'પસંદગી સમિતિની બેઠક પહેલા અમને ઈ-મેલ મળ્યો હતો કે તે ઉપલબ્ધ નથી. તેમાં કહેવામાં આવ્યું કે, તેને આઈપીએલ દરમિયાન ઈજા થઈ. તેમાં કહેવામાં આવ્યું કે, તેને ઈજા સંબંધિત જાણકારીઓ આપવામાં આવી છે અને તે સમજવામાં આવ્યું કે, તે ઉપલબ્ધ રહેશે નહીં.'
We've been playing the waiting game on the issue (Rohit Sharma's injury) for a while now & this is not ideal at all. It's been very confusing & there's been lot of uncertainty & lack of clarity around the situation: Indian Cricket Team Skipper Virat Kohli on Rohit Sharma's injury pic.twitter.com/kGCU2hLrCO
— ANI (@ANI) November 26, 2020
હજુ ત્રણ સપ્તાહ લાગશે
પગના સ્નાયુ ખેંચાઈ જવાની ઈજામાંથી બહાર આવી રહેલ રોહિત બેંગલુરૂની રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે અને તેને હજુ પૂર્ણ મેચ ફિટનેસ હાસિલ કરવામાં ત્રણ સપ્તાહ લાગશે પરંતુ 14 દિવસના ક્વોરેન્ટાઈનને કારણે તે ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. કોહલીએ કહ્યું, ત્યારબાદ તે આઈપીએલમાં રમ્યો અને અમે બધાએ વિચાર્યું કે તે ઓસ્ટ્રેલિયા જનારી ફ્લાઇટમાં હશે અને અમને કોઈ સૂચના નહતી કે તે અમારી સાથે યાત્રા કેમ કરી રહ્યો નથી. કોઈ સૂચના નહતી, સ્પષ્ટતાની કમી હતી. અમે રાહ જોઈ રહ્યા છીએ.
AUS vs IND 1st ODI: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રોહિતની ગેરહાજરીમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કોણ મજબૂત
હોટલ પહોંચી ટીમ ઈન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમ શહેરના બહારના ભાગમાં 14 દિવસનો ક્વોરેન્ટાઈન પૂરો કર્યા બાદ ગુરૂવારે અહીં નવી હોટલમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલનો ભાગ બની ગઈ. ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસની શરૂઆત શુક્રવારે વનડે મુકાબલાની સાથે કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે