ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ અંતિમ બે ટેસ્ટ મેચમાંથી હટી શકે છે વિરાટ કોહલી, આ છે કારણ

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુચર્ચિત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચમાંથી હટી શકે છે કારણ કે જાન્યુઆરીમાં તે પિતા બનવાનો છે. કોહલી ટીમમાં હટવાથી લોકેશ રાહુલને ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં જગ્યા મળી શકે છે.
 

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ અંતિમ બે ટેસ્ટ મેચમાંથી હટી શકે છે વિરાટ કોહલી, આ છે કારણ

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી  (Virat Kohli) ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુચર્ચિત ચાર મેચોની ટેસ્ટ સિરીઝની અંતિમ બે મેચમાંથી હટી શકે છે કારણ કે જાન્યુઆરીમાં તે પિતા બનવાનો છે. કોહલી ટીમમાં હટવાથી લોકેશ રાહુલને ભારતીય ટીમમાં મધ્યમક્રમમાં જગ્યા મળી શકે છે. કોહલીની પત્ની અભિનેત્રી અનુષ્કા શર્મા જાન્યુઆરીમાં માતા બનવાની છે. કોહલીની યોજના પર પરંતુ હજુ સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. 

ભારતીય ક્રિકેટ બોર્ડના એક સૂત્રએ જણાવ્યું કે, આશા કરવામાં આવી રહી છે કે કોહલી 17 ડિસેમ્બરથી શરૂ થનારી સિરીઝની પ્રથમ બે ટેસ્ટ બાદ પિતૃત્વ અવકાશ લઈ શકે છે. આ વરિષ્ઠ અધિકારીએ ગોપનીયતાની શરત પર કહ્યું, બીસીસીઆઈએ હંમેશા સ્વીકાર્યું છે કે પરિવાર પ્રાથમિકતા છે. આ મામલામાં જો કેપ્ટન પિતૃત્વ અવકાશ લેવાનો નિર્ણય કરે છે તો તે પ્રથમ બે ટેસ્ટ માટે ઉપલબ્ધ હશે. ચાર ટેસ્ટ મેચોની આ સિરીઝની મેચ એડિલેડ ( ડે-નાઇટ 17થી 21 ડિસેમ્બર), મેલબોર્ન (26થી 30 ડિસેમ્બર), સિડની (સાતથી 11 જાન્યુઆરી) અને બ્રિસબેન (15થી 19 જાન્યુઆરી) આયોજીત કરવામાં આવશે. 

IPL: ગાવસ્કરે RCBના બહાર થવાનું કારણ જણાવ્યું, નિશાના પર કોહલીની બેટિંગ  

બીસીસીઆઈએ પાછલા ઘણા વર્ષોથી ક્રિકેટરોને પિતૃત્વ અવકાશ લેવા માટે પ્રોત્સાહિત કર્યા છે અને ભારતીય કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન માટે પણ તે અલગ હશે નહીં. સૂત્રએ કહ્યું સામાન્ય સ્થિતિમાં તે બાળકના જન્મ બાદ પરત આવી શકે છે. તેવામાં તે એક ટેસ્ટ માટે ટીમથી બહાર થાત. કોવિડ-19ને કારણે 14 દિવસના ક્વોરેન્ટાઇન દરમિયાન ફરીથી ટીમમાં વાપસી કરવી મુશ્કેલ હશે. આવી સ્થિતિમાં લોકેશ રાહુલને મધ્યમક્રમમાં સ્થાન મળી શકે છે. 

સંભાવના છે કે રોહિત શર્મા ટેસ્ટ સિરીઝ પહેલા ફિટ થઈ જશે. ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે મયંક અગ્રવાલ અને પૃથ્વી શો હાજર છે, તેવામાં ટીમને કોહલીની ખોટ મધ્યમક્રમમાં પડશે. બીસીસીઆઈ ભારતીય ટીમની સાથે 11 નવેમ્બરે રોહિતને પણ મોકલી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સ માટે મેદાન પર ઉતર્યા બાદ રોહિતની ફિટનેસને લઈને બીસીસીઆઈને આશા વધી ગઈ છે. સીમિત ઓવરોમાં ભારતનો આ વાઇશ કેપ્ટન ટીમના બાકી સભ્યોની સાથે 11 નવેમ્બરે ઓસ્ટ્રેલિયા માટે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સવાર થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news