AUS vs WI: શું બ્રાવોની સાથે ગેલની પણ હતી અંતિમ મેચ? કાંગારૂ ટીમે બંને દિગ્ગજોને આપ્યું Guard of Honour

Chris Gayle and Dwayne Bravo: આઈસીસી ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝના નિરાશાજનક અભિયાનનો અંત આવ્યો છે. પોતાની અંતિમ લીગ મેચમાં પણ ઓસ્ટ્રેલિયા સામે હાર સાથે વેસ્ટ ઈન્ડિઝની વિદાય થઈ છે. 

AUS vs WI: શું બ્રાવોની સાથે ગેલની પણ હતી અંતિમ મેચ? કાંગારૂ ટીમે બંને દિગ્ગજોને આપ્યું Guard of Honour

નવી દિલ્હીઃ T20 WC 2021: આઈસીસી ટી20 વિશ્વકપ (ICC T20 WC) માં શનિવારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ ટૂર્નામેન્ટમાં વેસ્ટ ઈન્ડિઝની સફર સારી રહી નહીં અને તેને પાંચ મેચમાં માત્ર એક જીત મળી છે. તેનાથી નિરાશ થઈને ટીમના દિગ્ગજ ખેલાડી ડ્વેન બ્રાવોએ ગુરૂવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા સામે પોતાની અંતિમ મેચ રમી, જેમાં 10 રન બનાવ્યા હતા. હવે આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે યુનિવર્સ બોસ ક્રિસ ગેલ (Chris Gayle) ની પણ આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે. 

શું ક્રિસ ગેલ કરશે નિવૃતિની જાહેરાત?
વેસ્ટ ઈન્ડિઝના 42 વર્ષીય વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલ માટે ટી20 વિશ્વકપ ખાસ રહ્યો નહીં. તે ટૂર્નામેન્ટની પાંચ મેચોમાં એકપણ મોટી ઈનિંગ રમી શક્યો નહીં. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પણ ગેલ 15 રન બનાવી આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચમાં આઉટ થયા બાદ ક્રિસ ગેલનો અંદાજ જણાવી રહ્યો છે કે તે આ મેચ બાદ સંન્યાસ લઈ શકે છે. 

મેચ બાદ આ બંને ખેલાડીઓને ઓસ્ટ્રેલિયાની ટીમે 'ગાર્ડ ઓફ ઓનર' આપ્યુ. આ સિવાય ક્રિસ ગેલ અને ડ્વેન બ્રાવો આસપમાં જે રીતે ગળે મળ્યા, એવું લાગી રહ્યું હતું કે બંને ખેલાડીઓની આ છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ હોય. પરંતુ ગેલે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ગેલ આ વિશે જલદી કોઈ જાણકારી આપી શકે છે. 

આગામી ટી20 વિશ્વકપમાં વિન્ડિઝે રમવી પડશે ક્વોલીફાઇંગ મેચ
આઈસીસી ટી20 વિશ્વકપ 2021માં વેસ્ટ ઈન્ડિઝની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યુ અને ટીમ માત્ર એક જીત મેળવી શકી છે. આ સિવાય ટીમને પોતાની અંતિમ લીગ મેચમાં એક મોટો ઝટકો લાગ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારીને આઈસીસી રેન્કિંગમાં નવમાં સ્થાને આવી ગઈ છે. આઈસીસીના નિયમ પ્રમાણે આગામી વર્ષે આયોજીત થનાર ટી20 વિશ્વકપમાં વેસ્ટ ઈન્ડિઝને સુપર-12માં સ્થાન મળી શકશે નહીં અને તેણે ક્વોલીફાઇંગ રાઉન્ડ રમવો પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news