સિડની ટેસ્ટઃ લાબુશેનની બેવડી સદી, આ મામલામાં સ્ટીવ સ્મિથને પણ છોડ્યો પાછળ

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન ટેસ્ટ કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. 25 વર્ષીય લાબુશેને સિડની ટેસ્ટમાં શાનદાર 215 રન ફટકાર્યા છે. 
 

સિડની ટેસ્ટઃ લાબુશેનની બેવડી સદી, આ મામલામાં સ્ટીવ સ્મિથને પણ છોડ્યો પાછળ

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન માર્નસ લાબુશેન કરિયરની પ્રથમ બેવડી સદી ફટકારવામાં સફળ રહ્યો છે. 25 વર્ષના લાબુશેને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રીજી ટેસ્ટમાં 215 રનની ઈનિંગ રમી છે. વર્લ્ડ ચેમ્પિયનશિપ હેઠળ રમાઇ રહેલી સિડની ટેસ્ટમાં લાબુશેને 363 બોલની ઈનિંગમાં 19 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે આફ્રિકામાં જન્મેલા લાબુશેને એક મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે. 

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા લાબુશેને બેટિંગ એવરેજના મામલામાં સ્ટીવ સ્મિથ જેવા ધુરંદરને પાછળ છોડી દીધો છે. 14મી ટેસ્ટ રમી રહેલા લાબુશેનની એવરેજ હલે 63.63ની થઈ ગઈ છે. જ્યારે સ્ટીવ સ્મિથની હાલની એવરેજ 62.84 છે. સ્મિથ 73મી ટેસ્ટ રમી રહ્યો છે. ત્રણ ટેસ્ટ મેચોની સિરીઝમાં પાંચ ઈનિંગમાં લાબુશેને 98.00ની એવરેજથી 490 રન બનાવ્યા છે. 

આઈસીસી ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો લાબુશેન સતત છલાંગ લગાવી રહ્યો છે. તે હાલમાં 805 પોઈન્ટની સાથે ચોથા સ્થાન પર છે. સિડની ટેસ્ટમાં કરિયરની પ્રથમ બેવડી સદી બાદ તેને રેન્કિંગમાં વધુ ફાયદો મળવાનો છે. 

ટેસ્ટ મેચના પ્રથમ દિવસે લાબુશેન 130 રન પર અણનમ રહ્યો હતો. બીજા દિવસે પણ તેણે શાનદાર રીતે બેટિંગ કરી હતી. 199ના સ્કોર પર પહોંચ્યા બાદ લાબુશેને પોતાની બેવડી સદી પૂરી કરવા માટે આશરે 20 મિનિટ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. આખરે તેણે કોલિન ડિ ગ્રાન્ડહોમના બોલ પર ચોગ્ગાની સાથે બેવડી સદી પૂરી કરી હતી. 

ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઈનિંગમાં 454 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. બીજા દિવસની રમત પૂર્ણ થઈ ત્યારે ન્યૂઝીલેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં વિના વિકેટે 63 રન બનાવી લીધા છે. ટોમ લાથમ (26) અને ટોમ બ્લંડેલ (34) ક્રીઝ પર છે. 

એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી

બીજા દિવસે આવી રહી ઓસ્ટ્રેલિયાની ઈનિંગ
ઓસ્ટ્રેલિયાએ દિવસની શરૂઆત 3 વિકેટના નુકસાન પર 283 રનની સાથે કરી હતી. મેથ્યૂ વેડ બીજા દિવસે પ્રથમ ઓવરમાં આઉટ થયો હતો. તેને 22 રનના વ્યક્તિગત સ્કોર પર સોમરવિલેએ બોલ્ડ કર્યો હતો. ટ્રેવિસ હેડ  10 રન બનાવી શક્યો હતો. 

નિચલા ક્રમમાં ટિમ પેને લાબુશેનની સાથે 79 રનની ભાગીદારી કરી હતી. આ વચ્ચે લાબુશેને પોતાના કરિયરની પ્રથમ બેવડી સદી પૂરી કરી લીધી હતી. પેન પણ તેનો સાથ આપી રહ્યો હતો, પરંતુ ગ્રાન્ડહોમનો એક બોલ તે ચુકી ગયો અને બોલ્ડ થયો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 416 હતો ત્યારે લાબુશેન પણ આઉટ થઈ ગયો હતો. 

જેમ્સ પેટિન્સન (2), પેટ કમિન્સ (8) જલ્દી આઉટ થયા બાદ મિશેલ સ્ટાર્કે 21 બોલમાં 22 રન બનાવીને ટીમનો સ્કોર 450ને પાર પહોંચાડ્યો હતો. ન્યૂઝીલેન્ડ માટે ગ્રાન્ડહોમ, વેગનરે ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટોડ એસ્લેને બે તથા મેટ હેનરી અને સોમરવિલેને એક-એક સફળતા મળી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news