કેટલા વર્ષની ઉંમરે ઇન્ટરનેશન ક્રિકેટ મેચ રમી શકાય? ICC નિયમમાં કર્યો ફેરફાર


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલા વર્ષે પર્દાપણ કરી શકાય આ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે નિયમમાં ફેરફાર કર્યા છે. 

કેટલા વર્ષની ઉંમરે ઇન્ટરનેશન ક્રિકેટ મેચ રમી શકાય? ICC નિયમમાં કર્યો ફેરફાર

દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનવું હોય તો આટલી ઉંમર હોવી જરૂરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટર બનાવા માટે ICCએ ઉંમર અંગે મોટો ફેરફાર કર્યો છે. ICCએ ક્રિકેટરોની આંતરરાષ્ટ્રીય સ્તર પર ડેબ્યૂ કરવાની ઉંમર 15 વર્ષ કરી છે. જેથી હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવું હોય તો 15 વર્ષની ઉંર હોવી જરૂરી છે. અગાઉ ઉંમરને લઈ કોઈ પ્રતિબંધ હનોંતો. પરંતુ હવે ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી નવા ફેરફાર કરવામાં આવ્યા છે. નિયમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ત્યારે જાણીએ કોણ છે એ ખેલાડીઓ જેમણે સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. આ યાદીમાં હસન રઝા, મુશ્તાક મોહમ્મદ, મોહમ્મદ શરીફ, આકીબ જાવેદ અને ક્રિકેટના ભગવાના ગણતા સચિન તેંદુલકરનો સમાવેશ થાય છે.

14 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું
જુના નિયમ મુજબ પાકિસ્તાનના બેટ્સમેને હસન રઝા સૌથી નાની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય મેચમાં ડેબ્યૂ કરનાર પ્રથમ ખેલાડી બન્યા હતા. વર્ષ 1982મા જન્મેલા હસન રઝાએ ઝિમ્બાબ્વે સામે 24 ઓક્ટોબર 1996ના રોજ ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ સમયે  હસન રઝાની ઉંમર 14 વર્ષ 237 દિવસની હતી.  ડેબ્યૂ મેચમાં 48 બોલમાં 27 રન બનાવ્યા હતા. હસન રઝાએ પોતાના કરિયરમાં 10 મેચ રમી. જેમાં 26ની સ્ટ્રાઈક રેટથી 235 રન બનાવ્યા હતા.

AUS vs IND: કોચ રવિ શાસ્ત્રીએ યુવા શુભમન ગિલ સાથે કરી વાત, આપ્યું 'ગુરૂ જ્ઞાન'  

15 વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર ખેલાડી
સૌથી યુવા ક્રિકેટરોની લિસ્ટમાં પાકિસ્તાનના ક્રિકેટર મુશ્તાક મોહમ્મદ અને બાંગ્લાદેશના મોહમ્મદ શરીફનો પણ સમાવેશ થાય છે. આ બંને ક્રિકેટર 15 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં ડેબ્યૂ કર્યું હતું. પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર મુશ્તાક મોહમ્મદે 15 વર્ષ 124 દિવસની ઉંમરમાં વેસ્ટઈન્ડિઝ સામે ડેબ્યૂ કર્યું હતું. જ્યારે બાંગ્લાદેશનો પૂર્વ ઓલરાઉન્ડર મોહમ્મદ શરીફ 15 વર્ષ 128 દિવસની ઉંમરમાં ઝિમ્બાબ્વે સામે ડેબ્યૂ કર્યું હતું. મોહમ્મદ શરીફે પોતાના કરિયરમાં 10 મેચોની 20 ઇનિંગમાં 122 રન બનાવ્યા અને 14 વિકેટ લીધી હતી.

શ્રીસંત પ્રેસિડેન્ટ કપથી કરશે ટી20 ક્રિકેટમાં વાપસી, કેરલ ક્રિકેટ એસોસિએશન કરાવશે આયોજન

સચિન તેંડુલકર પણ આ લિસ્ટમાં છે સામેલ
સૌથી નાની ઉંમરે ડેબ્યૂ કરનારની લિસ્ટમાં ચોથા નંબર પર પાકિસ્તાના ખેલાડી આકીબ જાવેદ છે. જ્યારે પાંચમા નંબર પર સચિન તેંદુલકર છે. આકીબ જાવેદે 16 વર્ષ 189 દિવસની ઉંમરમાં ન્યૂઝીલેન્ડ સામે ડેબ્યૂ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે રન અને અનેક રેકોર્ડ પોતાના નામે કરનાર ક્રિકેટ જગતના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરે 16 વર્ષ 205 દિવસની ઉંમરમાં પાકિસ્તાન સામે ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ મેચમાં સચિને છઠ્ઠા નંબર પર બેટિંગ કરતાં 25 બોલમાં 15 રન બનાવ્યા હતા. ત્યાર બાદ સખત મહેનત અને સારા પ્રદર્શનથી સચિન ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાવા લાગ્યા. સચિન તેંડુલકરે 600થી વધારે આંતરરાષ્ટ્રીય મેચમાં 34 હજારથી વધારે રન બનાવ્યા છે. સચિન તેંડુલકર દુનિયાના પહેલા એવા ખેલાડી છે જેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારી છે. વન-ડેમાં 18 હજાર 426 અને ટેસ્ટમાં 15 હજાર 921 રન સચિન તેંડુલકરે બનાવ્યા છે. જ્યારે સચિને ટેસ્ટમાં 51 અને વનડેમાં 49 સદી ફટકારી નવો રેકોર્ડ બનાવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news