અંતે ખબર પડી કોણ છે આ ભારત-પાકની મેચમાં ધૂમ મચાવનારી સુંદર છોકરી, થઇ રહી છે ટ્રોલ

એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં ધૂમ મચાવનારી પાકિસ્તાની બ્યુટીફૂલ ગર્લની અંતે ખબર પડી કોણ છે આ છોકરી

અંતે ખબર પડી કોણ છે આ ભારત-પાકની મેચમાં ધૂમ મચાવનારી સુંદર છોકરી, થઇ રહી છે ટ્રોલ

નવી દિલ્હી: એશિયા કપની ભારત અને પાકિસ્તાન વચ્ચેની બંન્ને મેચોમાં ભારતે પાકને આકરી હાર આપી છે. બંન્ને દેશોની વચ્ચે ચાલતી મેચમાં દર્શકોમાં જોરદાર ઉત્સાહ જોવા મળે છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ઓછામાં ઓછી બે મેચ થવાની પહેલાથી સંભાવનાઓ હતી. અને હવે બંન્ને ટીમો ફાઇનલમાં પણ ટકરાય તેવી પૂરે પૂરી સંભાવનાઓ દેખાઇ રહી છે. એશિયા કપમાં ભારત- પાકિસ્તાનની ટીમ સિવાય અન્ય એક વ્યક્તિ પણ ચર્ચાનો વિષય બની હતી. આ બીજુ કોઇ નહિ પણ એક પાકિસ્તાની બ્યુટીફુલ યુવતી છે. 

ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચોમાં પણ હજારો દર્શકોની વચ્ચે આ સુંદર છોકરી દેખાઇ હતી. સોશિયલ મીડિયા પર ક્રિકેટ ફેન્સે આ સુંદર છોકરીની તસવીરો મોટા પ્રમાણમાં શેર કરી છે. તો કોઇએ તો એવું પણ કહ્યું કે હવે મેચ જોવામાં મજા આવશે. અને પાકિસ્તાનની હાર પછી આ છોકરી ટ્રોલ પણ થઇ પરંતુ કોઇને એ નથી ખબર કે આ સુંદર છોકરી છે કોણ. 

આ છોકરી વિશે જાણવા માટે લોકો આતુર 
આ છોકરીને લઇને સોશિયલ મીડિયા પર લોકોએ મેચ કવર કરાનારા કેમેરામેન્સના વખાણ પણ કરવામાં આવ્યા હતા, કે તેમણે મેચ કવર કરવાની સાથે આ સુંદર છોકરીને પણ કવર કરી લીધી હતી. સોશિયલ મીડિયામાં તેના ફોટો વાયરલ થયા બાદ તેના વિશે જાણવા માટે લોકોમાં કુતુહલ સર્જાઇ રહ્યું છે. 

Rizla Khan found

આ છે પાકિસ્તાની ફેન્સનું નામ 
આ સુંદર છોકરી વિશે જાણકારી મળી ગઇ છે. પાકિસ્તાનની આ છોકરીનું નામ રીજલા ખાન છે. તેના નામ વિશેન જાણકારી યુએઇના એક બોલીવુડ રેડિયો સ્ટેશન સિટી1016ના ટ્વિટ પર કહેવમાં આવ્યું છે.‘અમે તેને સોધી અને તેના વિશે ખબર પડી કે આ છોકરીનું નામ રિજલા છે. 

આ વાતો તેના વિશે જાણવા મળી 
એક વેબ પોર્ટલના અનુસાર રિઝલા ખાન પાકિસ્તાનના લાહોરની વતની છે. રિઝલાએ લાહોરમાં જ સ્કૂલનો અભ્યાસ પ્રાપ્ત કરી ત્યાની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે. તેનો ફેવરિટ ક્રિકેટર ભારતનો કેપ્ટન વિરાટ કોહલી છે.   

ભારત અને પાકની મેચ બાદ થઇ ટ્રોલ 
ભારત અને પાકિસ્તાનની મેચમાં પાકિસ્તાનને સપોર્ટ કરનારી આ ફેન જ્યારે દુબઇ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લેદેશના મેચમાં દેખાઇ ત્યારે આ વખતે પણ ભારતીય ફેન્સ દ્વારા તેને ટ્વિટર પર જોરદાર ટ્રોલ કરવામાં આવી હતી. ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં કેમેરામેને ફરી એક વાર આ સુંદર છોકરી પર ફોકસ કર્યુંને યુઝર્સને તેને ટ્રોલ કરી દીધી. આ વખતે આ છોકરી પાકિસ્તાની ટીશર્ટ પહેરી નોહતી આવી આ વખતે તે બાંગ્લાદેશને સપોર્ટ કરી રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news