એશિયન પેરા ગેમ્સ 2018: એક્તા ભયાને ક્લબ થ્રોમાં જીત્યો ગોલ્ડ, જયંતીને 200મી. રેસમાં બ્રોન્ઝ મેડલ
એશિયન પેરા ગેમ્સમાં ભારત કુલ 22 મેડલ સાથે ત્રીજા દિવસે 8મા સ્થાને છે, અત્યાર સુધી 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે
Trending Photos
જકાર્તાઃ એક્તા ભયાને એશિયન પેરા ગેમ્સમાં મહિલાઓની ક્લબ થ્રો સ્પર્ધામાં ભારતને ચોથો ગોલ્ડ મેડલ અપાવ્યો છે. ભયાને ચોથા પ્રયાસમાં 16.02 મીટરનો થ્રો લગાવ્યો હતો. તેણે સંયુક્ત આરબ અમીરાતની અલકાપી ઠેકરાને હરાવીને એફ32.51 વર્ગામં ગોલ્ડ મેડલ જીત્યો છે. એફ 32.51 ખેલાડીઓમાં હાથની વિકલાંગતા સાથે સંબંધિત છે.
એક્તા ભયાને આ વર્ષે ઈન્ડિયન ઓપન પેરા એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ જીત્યો હતો. ભારતને જયંતી બેહડા, આનંદન ગુણશેકરન અને મોનુ ઘંગાસે પણ ત્રણ બ્રોન્ઝ મેડલ અપાવ્યા છે.
ઘંગાસ પુરુષોના શોટપુટમાં ત્રીજા સ્થાને રહ્યો છે. ગુણશેકરને પુરુષોની 200મી. ટી 44.62.64માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. બહેડાએ મહિલાઓની 200મી. ટી 45.46.47 ઈવેન્ટમાં ત્રીજું સ્થાન મેળવ્યું હતું. ભારત અત્યાર સુધી 4 ગોલ્ડ મેડલ જીતી ચુક્યું છે.
ઉલ્લેખનીય છે કે, જેવલિન થ્રોના એથલિટ સંદીપ ચૌધરીએ વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો હતો. સંદીપે પુરુષોની એફ 42.44/61.64 સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને ભારતને આ સ્પર્ધાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. ભારતને બે અન્ય ગોલ્ડ મેડલ મધ્યમ અંતરની દોડવીર રાજુ રક્ષિતા (મહિલાઓની ટી 11 1500મી. દોડ) અને સ્વિમર જાધવસુયેશ નારાયણન (પુરુષોની એસ7 50 મીટર બટરફ્લાય)માં અપાવ્યા હતા.
એથલેટિક્સઃ જયંતીએ જીત્યો 200મી. રેસમાં બ્રોન્ઝ
ભારતીય મહિલા એથલીટ જયંતી બેહેરાએ અહીં પેરા-એશિયન રમતોત્સવમાં મંગળવારે મહિલાઓની 200મી. ટી-45/46/47 રેસ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જયંતીએ ફાઈનલમાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. ભારતીય એથલીટ જયંતીએ 27.45 સેકન્ડમાં આ સ્પર્ધા પુરી કરીને ત્રીજું સ્થાન મેળવ્યું હતું અને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ચીનની એથલીટ લી લુને મળ્યો છે. તેણે 25.82 સેકન્ડમાં રેસ પુરી કરી હતી. ચીનની જ યાનપિંગ વાંગે 26.45 સેકન્ડમાં રેસ પુરી કરીને સિલ્વર જીત્યો હતો.
એથલેટિક્સઃ ભારતને મળ્યા 2 બ્રોન્ઝ મેડલ
ભારતને અહીં ચાલી રહેલા પેરા-એશિયન રમતોત્સવમાં મંગળવારે પુરુષોની ગોળા ફેંક અને ચક્ર ફેંક સ્પર્ધામાં બે બ્રોન્ઝ મેડલ મળ્યા છે. મોનુ ઘનગાસે ગોળા ફેંક સ્પર્ધામાં અને સુંદર સિંહ ગુર્જરે ચક્રફેંક સ્પર્ધામાં બ્રોન્ઝ જીત્યો હતો.
ગોળા ફેંક સ્પર્ધાની ફાઈનલમાં મોનુએ ચોથા પ્રયાસમાં સુંદર પ્રદર્શન કરીને 11.38મીના અંતરે ગોળો ફેંકીને ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ઈરાનના માહદી ઓલાદે જીત્યો હતો, જેણે બીજા પ્રયાસમાં 14.00 મીટરના અંતરે ગોળો ફેંક્યો હતો. ઈરાનના જ નૂરમોહમ્મદ અરેખીએ બીજા પ્રયાસમાં 12.64મી.ના અંતરે ગોળો ફેંકીને સિલ્વર મેડલ જીત્યો હતો.
ચક્રફેંક સ્પર્ધામાં સુંદરે બીજા પ્રયાસમાં 47.10મી.નું અંતર કાપીને ફાઈનલમાં ત્રીજું સ્થાન મેળવી બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ભારતે રવિવારે બે સિલ્વર અને એક બ્રોન્ઝ જીત્યો હતો. સોમવારે ભારતે એક ગોલ્ડ જીત્યો હતો. એશિયન પેરા ગેમ્સમાં ભારત કુલ 22 મેડલ સાથે ત્રીજા દિવસે 8મા સ્થાને છે, અત્યાર સુધી 4 ગોલ્ડ, 6 સિલ્વર અને 12 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે