Asian Games 2018: શૂટર હિના સિધ્ધુએ બ્રોન્ઝ જીત્યો, ભારતને શૂટિંગમાં મળ્યો 10મો મેડલ
સ્ટાર શૂટર હિના સિધ્ધુએ 10 મીટર એર પિસ્ટલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ એશિયન ગેમ્સમાં એનો ત્રીજો મેડલ છે.
Trending Photos
જાકાર્તા: સ્ટાર શૂટર હિના સિધ્ધુએ 18મા એશિનય ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેમણે 10 મીટર એર પિસ્ટલમાં આ મેડલ પોતાને નામ કર્યો છે. આ ગેમ્સમાં શૂટિંગમાં ભારતને આ 10મો મેડલ મળ્યો છે.
28 વર્ષિય હિનાએ ક્વોલિફિકેશન રાઉન્ડમાં સાતમા નંબર પર રહેતાં ફાઇનલમાં જગ્યા બનાવી છે. તેણીએ ફાઇનલમાં પોતાનું પ્રદર્શન સુધારતાં પોતાની જાતને ત્રીજા સ્થાન પર પહોંચાડી છે. ફાઇનલમાં એનો સ્કોર 219.2 રહ્યો. દક્ષિણ કોરિયાની કિમ મિનજુંગે 237.237.6 પોઇન્ટ સાથે સિલ્વર મેડલ જીતી લીધો. ગોલ્ડ મેડલ ચીનના નામે રહ્યો. ચીની શૂટર કિયાન વાંગે 240.3 પોઇન્ટ સાથે આ મેડલ જીતી લીધો જે પણ એક રેકોર્ડ બન્યો છે.
હિનાએ હૈનાવરમાં જીત્યો હતો ગોલ્ડ
ભારતીય નિશાનબાજ હિના સિધ્ધુએ હૈનોવર (જર્મની)માં આંતરરાષ્ટ્રીય નિશાનેબાજી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે મહિલાઓની દસ મીટર એયર પિલ્ટલમાં આ સફળતા હાસિલ કરી, જ્યારે પી. હરિ નિવેતાને બ્રોન્ઝ મેડલ મળ્યો. હીનાએ મ્યૂનિખમાં આગામી સપ્તાહે યોજાનારા આઈએસએસએફ વિશ્વ કપ પહેલા આ સફળતા હાસિલ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે