Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન ટીમ પર કાર્યવાહી, ICCએ ફટકાર્યો દંડ

Asia Cup 2022: UAE એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ આ મેચ બાદ આઈસીસીએ બંને ટીમને દંડ ફટકાર્યો છે. 
 

Asia Cup 2022: ભારત અને પાકિસ્તાન ટીમ પર કાર્યવાહી, ICCએ ફટકાર્યો દંડ

નવી દિલ્હીઃ Asia Cup 2022: UAEમાં એશિયા કપ 2022 ટૂર્નામેન્ટ ચાલી રહી છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને 5 વિકેટે પરાજય આપી ટૂર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કરી છે, પરંતુ આ મેચમાં એવું થયું જેના કારણે આઈસીસીએ બંને ટીમ વિરુદ્ધ કાર્યવાહી કરી છે. 

ભારત અને પાકિસ્તાન બંને ટીમો પર આઈસીસીની કાર્યવાહી
આઈસીસીએ ભારત અને પાકિસ્તાન બંને ટીમોને મોટી સજા આપી છે. નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની ટીમે આ મેચમાં નિર્ધારિત સમયમાં પોતાની ઓવર પૂરી કરી નહોતી, જેનું પરિણામ તેણે ભોગવવું પડ્યું છે. આઈસીસીએ ભારત અને પાકિસ્તાનની ટીમ પર સ્લો ઓવર રેટ માટે દંડ ફટકાર્યો છે. 

આઈસીસીએ આપી સજા
આઈસીસીની આચાર સંહિતાના આર્ટિકલ 2.22 અનુસાર ખેલાડીઓ પર તેની મેચ ફીના 20 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. હકીકતમાં આઈસીસીએ એક જાન્યુઆરી 2022થી સ્લો ઓવર રેટને લઈને નિયમમાં સંશોધન લાગૂ કર્યું હતું, જેમાં દરેક ટીમે 20 ઓવર કોઈપણ સ્થિતિમાં 85 મિનિટમાં પૂરી કરવી ફરજીયાત છે. તેવામાં કોઈ ટીમે 85 મિનિટમાં માત્ર 17 ઓવર પૂરી કરી હોય તો બાકી બચેલી ત્રણ ઓવરમાં તેણે દંડ તરીકે પાંચની સ્થાને માત્ર ચાર ખેલાડીઓને 30 યાર્ડ સર્કલની બહાર ઉભા રાખવાની મંજૂરી આપવામાં આવશે. 

28 ઓગસ્ટે રમાયેલા મુકાબલામાં પાકિસ્તાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં 147 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જેના જવાબમાં ભારતે વિરાટ કોહલી, જાડેજા અને પંડ્યાની શાનદાર ઈનિંગની મદદથી બે બોલ બાકી રહેતા મેચ 5 વિકેટે જીતી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news