Asia Cup 2018: ભારતની પાસે પાકિસ્તાનને એક અઠવાડીયામાં બીજી વાર હરાવવાની તક

ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં હોંગકોંગે ભારતની સામે મોટો સ્કોર બનાવ્યો હતો પરૂંત ત્યારબાદ ટીમ ઇન્ડિયાના સરફરાજ અહમદની ટીમની સામે મેચમાં એખ થઇ શાનદાર પ્રદર્શન કર્યું હતું

Asia Cup 2018: ભારતની પાસે પાકિસ્તાનને એક અઠવાડીયામાં બીજી વાર હરાવવાની તક

દુબઇ: લાંબા સમય પછી એવું થઇ રહ્યું છે કે એક અઠવાડીયામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બે વન્ડે મેચ રમાઇ રહી છે. ગત બુધવારે જ બન્ને ટીમો વચ્ચે એશિયા કપની ગ્રૂપ મેચ રમાઇ હતી. હવે મજબૂત દાવેદાર ટીમ ઇન્ડિયા રવિવારે જ્યારે એશિયા કપના સુપર-4માં પાકિસ્તાન સામે જોવા મળશે ત્યારે તેમની આખોની આત્મસંતુષ્ટથી બચીને શાનદાર પ્રદર્શન કરવા પર લાગ્યા હશે.

ત્રણ મેચમાં ત્રણ વખત જીત્યા પછી ભારતનો પ્રયત્ન ફાઇનલમાં પહોંચવાનો હશે જ્યારે પાકિસ્તાન તેમની રમતમાં સુધારો કરવા માંગશે જેમણે અફગાનિસ્તાની સામે મેચ માત્ર ત્રણ બોલ બાકી રાખી જીત હાંસલ કરી હતી. ત્રણ દિવસ પહેલા જ ગ્રૂપ મેચમાં ભારતે પાકિસ્તાનને આઠ વિકેટથી હરાવ્યું હતું પરંતુ ઇતિહાસને ધ્યાનમાં રાખીને ટીમ ઇન્ડિયા આ પારપંરિક દુશ્મનાવટને થોડુ પણ જવા દેવા માંગશે નહીં.

ગ્રુપ મેચમાં હરાવ્યું હતું ભારતે પાકિસ્તાનને
ટૂર્નામેન્ટની શરૂઆતની મેચમાં હોંગકોંગે ભારતની સામે મોટો સ્કોર બનાવ્યો હતો પરૂંત ત્યારબાદ ટીમ ઇન્ડિયાના સરફરાજ અહમદની ટીમની સામે મેચમાં એખ થઇ શાનદાર પ્રદર્શન કર્યું હતું. નાના લક્ષ્યનો પીછો કરી ભારતના કેપ્તાન રોહિત શર્માએ અર્ધશતકથી 21 ઓવરમાં જ જીત હાંસલ કરી લીધી હતી.

વિરાટ વગર ટીમ ઇન્ડિયા છે મજબુત
આપણા કેપ્તાન વિરાટ કોહલી વગર ભારતીય ટીમ મજબુત જોવા મળી રહી છે અને આશા છે કે અહીંયાની પીચ પર સારુ પ્રદર્શન કરી રહી છે. રોહિતે પાકિસ્તાનની સામે સારી બેટિંગ કરી અને ત્યારબાદ તેણે બાંગ્લાદેશ પર સાત વિકેટની જીત પર 83 રનની ઇનિંગ રમ્યા હતા.

રોહિત, ધવન બનાવી રહ્યા છે ભારત માટે રન
રોહિત શર્મા અને શિખર ધવનની ભાગીદીએ ઇંગ્લેન્ડની મુશ્કેલી ભરી પરિસ્થિતિઓમાં ખરાબ સમય પછી પણ રણ બનાવ્યા અને હોંગકોંગની સામે શતક સહિત ત્રણ મેચોમાં રન બનાવ્યા હતા. મધ્યક્રમમાં અમ્બાતી રાયુડૂ અને દિનેશ કાર્તિકની જોડી આ મોટી મેચનો લાભ લઇ તેમનું યોગદાન કરવા માંગશે. રાયુડૂએ પાકિસ્તાનની સામે ગ્રુપ મેચમાં નાબાદ 31 બનાવ્યા હતા. પરંતુ બાંગ્લાદેશની સામે તે રમી શ્કયો ન હતો.

ધોની પરત ફરી રહ્યો છે, જાડેજા તરફથી શાનદાર પ્રદર્શન
અનુભવી મહેન્દ્ર સિંહ ધોનીએ શુક્રવારે ક્રિઝ પર થોડો સમય વિતાવ્યો અને 37 બોલમાં 33 રન બનાવ્યા હતા. કેદાર જાધવ તેની બોલિંગ ઉપરાંત બેટિંગ કરી તેનું મહત્વ સાબિત કર્યું છે. એક વર્ષથી વધુ સમય પછી પરત ફરેલા રવિંદ્ર જાડેજાએ પણ તકનો લાભ લઇ બાંગ્લાદેશની સામે ચાર વિકેટ લીધી હતી. પાકિસ્તાન તેનાથી સતર્ક રહેવા માંગશે જે નિચેના ક્રમમાં બેટિંગમાં પણ પોતાનું યોગદાન આપી શકે છે.

ભુવી-બુમરાહ બાંગ્લાદેશની સામે તેમનું પ્રદર્શન પુનરાવર્તન કરવા માંગશે
ભારતીય ટીમ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહની જોડીથી શરૂઆતમાં વિકેટ હાંસલ કરવાની આશા કરશે અને સ્પિનરોને બોલિંગ પર મોકલવા પર પાકિસ્તાન પર દબાણ બનાવવા માંગશે.

ચહલ કુલદીપની સામે પડકાર
યુજવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવ બન્ને મુખ્ય સ્પિનર છે પરંતુ પાકિસ્તાનની સામે ગત મેચમાં કેદારની ધીમી બોલિંગમાં સૌથી વધુ વિકેટ હાંસલ કર્યા હતા.

પાકિસ્તાન માટે શોએબ મલિક છે ખાસ
પાકિસ્તાની ટીમ તેમના અનુભવી ખેલાડી શોએબ મલિકથી પ્રેરણા લેવા માંગશે. ઓલ રાઉન્ડર મલિકે ભારતની સામે 43 રન બનાવ્યા હતા અને શુક્રવારે અફગાનિસ્તાનની સામે મહત્વપૂર્ણ રમત રમી પોતાની ટેમને જીત સુધી પહોંચાડી શકે છે.

ફખર જામાંનું ફોર્મ ચિંતાજનક
સલામી બેટિંગ ફખર જામાં અહીંયા ટીમના પહેલા મેચમાં ફ્લોપ રહ્યો હતો. જે ગત વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં ભારત સામે મેચ વિજયી શતક બનાવી ચર્ચાઓમાં આવ્યો હતો. ફખર તેની ભરાપાઇ કરવા માંગશે, તેમના ઉપરાંત બાબાર આજમ, સરફરાઝ અને ઇમામ ઉલ હક પણ સારી બેટિંગના પ્રયત્નમાં લાગ્યા હશે.

મોહમ્મદ આમિરને આઉટઓફ ફોર્મ
પાકિસ્તાન માટે ચિંતાનું કારણ તેમના મુખ્ય બોલર મોહમ્મદ આમિરના ફોર્મ છે જે હાલના દિવસોમાં વધારે વિકેટ હાંસલ કરી શકતો નથી. ડાબા હાથના આ ફાસ્ટ બોલર ગ્રુપ મેચમાં ભારતની સામે સારૂ પ્રદર્શન ન કરી શક્યા અને અફગાન્સ્તાનની સામે તેની પસંદગીસ કરવામાં આવી ન હતી. જો ટીમને સારૂ પ્રદર્શન કરવું હોય તો હસન અલી અને ઉસ્માન ખાનને તેમની રમતમાં સુધાર કરવા પડશે.

આ પ્રકારે છે ટીમ
ભારત: રોહિત શર્મા (કેપ્તાન), શિખર ધનવ, અમ્બાતી રાયુડૂ, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની, મનીષ પાંડે, કેદાર જાધવ, ભુનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ, સિદ્રાર્થ કૌલ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા, દીપક ચાહર.

પાકિસ્તાન: ફખર જામાં, ઇમામ ઉલ હક, બાબર આજમ, શાહ મસુદ, સરફરાઝ અહમદ (કેપ્તાન), શોએબ મલિક, હારિસ સોહેલ, શદાબ ખાન, મોહમ્મદ નવાજ, ફહીમ અશરફ, હસન અલી, જુનૈદ ખાન, અસ્માન ખાન, શાહીન અફરીદી, આસિફ અલી અને મોહમ્મદ આમિર.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news