એશિયા કપઃ પાકિસ્તાને હોંગકોંગને 8 વિકેટે આપ્યો પરાજય

પાકિસ્તાનની ઘાતક બોલિંગ સામે હોંગકોંગની ટીમ માત્ર 37.1 ઓવરમાં 116 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. 

એશિયા કપઃ પાકિસ્તાને હોંગકોંગને 8 વિકેટે આપ્યો પરાજય

દુબઈઃ પાકિસ્તાને અહીં દુબઈ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં એસિયા કપના ગ્રુપ-એના પોતાના પ્રથમ મેચમાં રવિવારે હોંગકોંગને 8 વિકેટે હરાવીને ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની વિજયી શરૂઆત કરી છે. 

બે વખતની ચેમ્પિયન પાકિસ્તાને પ્રથમ બોલિંગ કરતા હોંગકોંગને 37.1 ઓવરમાં 116 રન પર ઓલઆઉટ કરી દીધી અને પછી 23.4 ઓવરમાં બે વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 

પાકિસ્તાન માટે ઓપનિંગ બેટ્સમેન ઇમાલ ઉલ હકે 69 બોલની અણનમ ઈનિંગમાં ત્રણ ફોર અને એક સિક્સની મદદથી સૌથી વધુ 50 રન બનાવ્યા. તેની વનડેમાં આ પ્રથમ અર્ધસદી છે. 

ઇમામ સિવાય બાબર આઝમે 36 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સની મદદથી 33 અને અખર જમાને27 બોલમાં બે ફોર અને એક સિક્સની મદદથી 24 રનનું યોદગાન આપ્યું હતું. શોએબ મલિકે 11 બોલમાં અણનમ 11 રન બનાવ્યા હતા. 

પાકિસ્તાન તરફથી ફાસ્ટ બોલર ઉસ્માન ખાને સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય હસન અલી અને શાબાદ ખાનને 2-2 સફળતા મળી હતી. ફહીમ અશરફના ખાતામાં એક વિકેટ અને બે ખેલાડી રનઆઉટ થયા હતા. 

હોંગકોંગની ટીમનો કોઈપણ બેટ્સમેન 30ના આંકડાને પાર ન કરી શક્યો. હોંગકોંગ માટે સૌથી વધુ 27 રન અજાજ ખાને બનાવ્યા હતા. આ સિવાય કિંચિટ શાહે 26 રનનું યોગદાન આપ્યું હતું. 

આ પહેલા હોંગકોંગના કેપ્ટન અશુંમાન રથે પાકિસ્તાન વિરુદ્ધ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વનડે ટીમનું સ્ટેટસ હાસિલ ન કરી શકેલી હોંગકોંગની ટીમે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં શાનદાર રમત રમી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news