એશ્ટન એગરને નાક પર વાગ્યો ભાઈ વેસનો શોટ, ઈજાગ્રસ્ત થતાં છોડ્યું મેદાન


એશ્ટન એગર કેરન રોલ્ટન ઓવલ મેદાન પર આ મેચ દરમિયાન મિડ ઓન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. તેના ભાઈ વેસે શોટ ફટકાર્યો, જેને તે પકડી ન શક્યો પરંતુ બોલ સીધો તેના નાક પર વાગ્યો હતો. 


 

એશ્ટન એગરને નાક પર વાગ્યો ભાઈ વેસનો શોટ, ઈજાગ્રસ્ત થતાં છોડ્યું મેદાન

નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના લેફ્ટ આર્મ સ્પિનર એશ્ટન એગરના નાક પર રવિવારે એક મેચ દરમિયાન પોતાના ભાઈ વેસનો શોટ લાગી ગયો, જેથી તે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. તેના નાકમાથી લોહી નિકળવા લાગ્યું અને તેણે મેદાન છોડીને બહાર જવું પડ્યું હતું. આ ઘટના વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના માર્શ વનડે કપમાં સાઉથ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મેચ દરમિયાન થઈ હતી. આ મેચને વેસ્ટ ઓસ્ટ્રેલિયાએ 6 રનથી જીતી હતી. 

એક રિપોર્ટ અનુસાર, એશ્ટન એગર કેરન રોલ્ટન ઓવલ મેદાન પર આ મેચ દરમિયાન મિડ ઓન પર ફીલ્ડિંગ કરી રહ્યો હતો. તેના ભાઈ વેસે શોટ લગાવ્યો, જેને તે ન પકડી શક્યો પરંતુ બોલ સીધો તેના નામ (બંન્ને આંખની વચ્ચેનો ભાગ) પર વાગ્યો હતો. 

ઓસ્ટ્રેલિયા ડોટ કોમ ડોટ એયૂએ ટ્વીટર પર એક વીડિયો ક્લિપ પોસ્ટ કરી જેમાં એશ્ટનના મોઢા પર લોહી જોવા મળી રહ્યું છે. ટીમના સાથી રિચર્ડસને તુરંત સારવાર સહાયતા માટે સંકેત આપ્યો હતો. બેટ્સમેન વેસ પોતાના ભાઈને જોતા સીધો તેની પાસે પહોંચ્યો હતો. 

— cricket.com.au (@cricketcomau) November 17, 2019

વેસ અગરે બાદમાં કહ્યું કે, આ ઘટનાએ તેને હલાવી દીધો, પરંતુ પોતાના ભાઈ સાથે વાત કર્યાં બાદ તેને રાહત મળી હતી. 22 વર્ષીય બોલરે કહ્યું, કેચ લેવા દરમિયાન બોલ તેના હાથમાથી લપસી ગયો અને ચશ્મામાં ટકરાયો હતો. ચશ્મા બોલ વાગતા તૂટી ગયા હતા. 

ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ, મયંકે રજૂ કર્યો વનડેનો દાવો

તેણે કહ્યું, 'ડોક્ટર તેની ઈજા પર ટાંકા લગાવવા ઈચ્છતા હતા, પરંતુ એશ્ટને કહ્યું કે, તે તેને પ્લાસ્ટિક સર્જનને દેખાડશે. મને બસ તેના સ્વાસ્થ્યની ચિંતા હતા. હું અન્ય કોઈ વસ્તુ વિશે વિચારી રહ્યો નહતો, હું બસ મારા ભાઈને જોવા માટે ક્રીઝથી બહાર ભાગ્યો હતો. મને સારૂ નથી લાગ્યું, પરંતુ તે સ્વસ્થ છે.'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news