Annual ICC Rankings: ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં, ભારત ટી20માં અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર-1 ટીમ

ICC Rankings Update: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બુધવારે વાર્ષિક રેન્કિંગની જાહેરાત કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયા નંબર-1 ટેસ્ટ ટીમ છે તો ભારતીય ટીમ ટી20માં નંબર વન છે. કેન વિલિયમસનની બ્લેક કેપ્સ વનડેની નંબર એક ટીમ છે. 
 

Annual ICC Rankings: ઓસ્ટ્રેલિયા ટેસ્ટમાં, ભારત ટી20માં અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર-1 ટીમ

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસીએ) બુધવારે ત્રણેય ફોર્મેટમાં વાર્ષિક રેન્કિંગની જાહેરાત કરી છે. આઈસીસીએ જાહેર કરેલા વાર્ષિક રેન્કિંગમાં ભારતીય ટીમ ટી20 ક્રિકેટમાં નંબર-1 છે તો ટેસ્ટ ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા અને વનડેમાં ન્યૂઝીલેન્ડે નંબર-1નું સ્થાન હાસિલ કર્યું છે. રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 ક્રિકેટમાં પોતાની બાદશાહત જાળવી રાખી છે. વાર્ષિક રેન્કિંગમાં વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પાંચમાં સ્થાન પર છે. ભારત રેન્કિંગમાં ઈંગ્લેન્ડથી વધુ પાંચ રેટિંગ પોઈન્ટ મેળવી પ્રથમ સ્થાને છે. 

ઓસ્ટ્રેલિયા ટેસ્ટ, ભારત ટી20 અને ન્યૂઝીલેન્ડ વનડેમાં નંબર એક
ઘરેલૂ મેદાનો પર સતત પ્રભાવશાળી પ્રદર્શન કરવાને કારણે ભારતે 2021-2022 સત્રનો અંત વિશ્વની નંબર 1 ટી20 ટીમના રૂપમાં કર્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે બુધવારે જાહેર કરેલા વાર્ષિક રેન્કિંગમાં તે ટોપ પર રહેલી ઓસ્ટ્રેલિયાથી નવ સ્થાન પાછળ છે. ન્યૂઝીલેન્ડ વાર્ષિક રેન્કિંગ બાદ વનડે આંતરરાષ્ટ્રીયમાં વિશ્વની નંબર એક ટીમ છે. 

આઈસીસીએ અખબારી યાદીમાં કહ્યું- ઓસ્ટ્રેલિયાએ આઈસીસી પુરૂષ ટેસ્ટ ટીમ રેન્કિંગના વાર્ષિક અપડેટ બાદ બીજા નંબરની ટીમ ભારત પર પોતાની લેડને એક પોઈન્ટથી નવ પોઈન્ટ પર પહોંચાડી દીધી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ ઈંગ્લેન્ડની જગ્યાએ પાંચમાં સ્થાને પહોંચી ગઈ છે. 

ભારતે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકાને ઘરેલૂ મેદાન પર રોહિત શર્માની આગેવાનીમાં હરાવ્યું. ઈંગ્લેન્ડ 265 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. પાકિસ્તાન 261 રેટિંગ પોઈન્ટ સ્થાને ટોપ-3માં પહોંચી ગયું છે. ચોથા સ્થાન પર આફ્રિકાએ પોતાના જૂના રેટિંગ પોઈન્ટ (253) ને જાળવી રાખતા એક સ્થાનની છલાંગ લગાવી છે. 

ઓસ્ટ્રેલિયાને પણ ટેબલમાં એક સ્થાનનો ફાયદો થયો છે અને જ્યારે પોતાના રેટિંગ પોઈન્ટ (251) ને બનાવી રાખતા પાંચમાં સ્થાન પર છે. ન્યૂઝીલેન્ડ પાંચ રેટિંગ પોઈન્ટ (250) ગુમાવી બે સ્થાન નીચે આવી છઠ્ઠા સ્થાને છે. વેસ્ટ ઈન્ડિઝ (240 પોઈન્ટ) સાતમાં સ્થાને છે. બાંગ્લાદેશ (233 પોઈન્ટ) અને શ્રીલંકા (230 પોઈન્ટ) બંને ક્રમશઃ આઠમાં અને નવમાં સ્થાને છે. તો અફઘાનિસ્તાન રેન્કિંગમાં 10માં સ્થાને છે. 

આઈસીસી ટી20 રેન્કિંગ

No description available.

આઈસીસી ટેસ્ટ રેન્કિંગ

No description available.

આઈસીસી વનડે રેન્કિંગ

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news