IND vs ENG: બીજી ટેસ્ટમાં ભારતની શાનદર જીતમાં ગુજરાતી ક્રિકેટરનો દબદબો

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાતી બીજી ટેસ્ટના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 164 રન પર આલઆઉટ કરી છે. ત્યારે ભારતે 317 રનથી શાનદાર વિજય મેળવ્યો અને સિરીઝમાં ભારતે 1-1 થી બરાબરી કરી છે

IND vs ENG: બીજી ટેસ્ટમાં ભારતની શાનદર જીતમાં ગુજરાતી ક્રિકેટરનો દબદબો

ચેન્નાઈ: ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે રમાતી બીજી ટેસ્ટના (IND vs ENG Test Match) ચોથા દિવસે ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડને 164 રન પર આલઆઉટ કરી છે. ત્યારે ભારતે 317 રનથી શાનદાર વિજય મેળવ્યો અને સિરીઝમાં ભારતે 1-1 થી બરાબરી કરી છે. ભારતની આ જીત પાછળ ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે (Akshar Patel) 5 વિકેટ ઝડપી ક્યાંકને ક્યાંક ભારતને જીત તરફ અગ્રેસર કરવા માટે મોટું યોગદાન આપ્યું છે. તો બીજી તરફ અશ્વિને 3 વિકેટ અને કુલદીપ યાદવે 2 વિકેટ ઝડપી છે.

ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલે (Akshar Patel) પ્રથમ ઇનિંગમાં 2 વિકેટ ઝડપી હતી. ત્યારે બીજી ઇનિંગમાં પોતાના ખાતામાં 5 વિકેટ ઉમેરી છે. આ સાથે ટેસ્ટ સિરીઝની બે ઇનિંગમાં અક્ષર પટેલે પોતાના નામે 7 વિકેટ નોંધાવી છે. પોતાની ડેબ્યૂ મેચમાં અક્ષર પટેલે શાનદાર દેખાવ કરી ભારત તરફથી ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપનાર છઠ્ઠો બોલર બન્યો છે.

અક્ષર પટેલે (Akshar Patel) તેના કરિયરની પ્રથમ વિકેટ જો રૂટની ઝડપી હતી. ચેન્નાઇમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં જો રૂટ ભારતની હારનું કારણ બન્યો હતો. પ્રથમ મેચમાં બેવડી સદી ફટકારનાર જો રૂટ આ મેચમાં ફ્લોપ સાબિત થયો. ત્યારે બીજી ઇનિંગમાં પણ અક્ષર પટેલે જો રૂટને આઉટ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news