VIDEO: કેચ કર્યા પછી ઈમરાન તાહિર કરવા લાગ્યો આરામ, લોકોએ લીધી મજા

પાકિસ્તાન સુપર લીગ (PSL 2020)ની મેચ દરમિયાન ઈમરાન તાહિરે કેચ પકડ્યા પછી અલગ અંદાજમાં સેલિબ્રેશન કર્યું. સોશિયલ મીડિયા પર શરૂ થયું મીમ્સનું પૂર.

VIDEO: કેચ કર્યા પછી ઈમરાન તાહિર કરવા લાગ્યો આરામ, લોકોએ લીધી મજા

નવી દિલ્હી: પાકિસ્તાન સુપર લીગ (PSL 2020)માં કરાચી કિંગ્સ(Karachi Kings) અને મુલ્તાન સુલ્તાન્સ (Multan Sultans)ની વચ્ચેની મેચમાં સ્પિનર ઈમરાન તાહિર પોતાની સ્ટાઈલના કારણે અત્યંત ચર્ચામાં છે. મેચ દરમિયાન ઈમરાન અનોખા અંદાજમાં વિકેટ સેલિબ્રેશન કરતો જોવા મળ્યો. જેના કારણે તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Karachi Kings are 23/1 in the fourth over#HBLPSLV #PhirSeTayyarHain #MSvKK pic.twitter.com/R4hpp7yUtN

— Cricingif (@_cricingif) November 14, 2020

કરાચી કિંગ્સ અને મુલ્તાન સુલ્તાંસની વચ્ચે થયેલી ક્વોલિફાયર મેચમાં ઈમરાને ડીપ સ્ક્વેર લેગ પર શરઝીલ ખાનનો શાનદાર કેચ ઝડપ્યો. કેચ પકડ્યા પછી ઈમરાને અલગ પ્રકારનું સેલિબ્રેશન કર્યું. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે.

Image preview

મેચની ચોથી ઓવરના પહેલા બોલને કરાચીના ઓપનિંગ બેટ્સમેન શરઝીલ ખાને લેગ સાઈડ તરફ હવામાં ઉછાળ્યો અને ઈમરાન તાહિરે શાનદાર રીતે તેને ઝડપી લીધો. જેના પછી ઈમરાન મેદાન પર જ બેસી ગયો. મેદાન પર બેઠા પછી તે ત્યાંથી ઉભો થયો નહીં અને ત્યાં જ ક્રોસ લેગ કરીને બેસી રહ્યો. એવું લાગી રહ્યું હતું કે તે રિલેક્સ થઈ રહ્યો છે.

Image preview

ઈમરાન તાહિરના આ સેલિબ્રેશનના નવા આઈડિયાની સોશિયલ મીડિયા પર મજાક બનાવવામાં આવી રહી છે. અને ઈન્ટરનેટ પર ઈમરાનના મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મેચમાં મુલ્તાને પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા. જેના જવાબમાં કરાચી કિંગ્સની ટીમ 8 વિકેટ ગુમાવીને 141 રન જ બનાવી શકી અને મેચ ટાઈ રહી. જેના પછી સુપર ઓવરમાં કરાચી કિંગ્સે જીત મેળવી મેચ પોતાના નામે કરી લીધી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news