W, W, W, W...ગજબનો રેકોર્ડ; 1 ઓવરમાં 5 વિકેટ, તમામ ફોર્મેટમાં હેટ્રિક, બુમરાહથી પણ ઘાતક હતો આ બોલર

Hat Trick in all Three formats: પોતાના દેશ માટે ક્રિકેટ રમવું દરેક માટે એક સ્વપ્ન હોય છે. અમુક ખેલાડીઓ આ મામલે બાજી મારી જાય છે, જ્યારે અમુક નસીબના કારણે રહી જાય છે. આજે અમે તમને એક એવા ભારતીય બોલરની કહાની જણાવવા જઈ રહ્યા છે, જેણે આંતરરાષ્ટ્રીય કરિયર ભલે નાનું રહ્યું હોય, પરંતુ તે ક્રિકેટમાં કોઈ સનસનીથી ઓછું ઉતરતું નહોતું.

W, W, W, W...ગજબનો રેકોર્ડ; 1 ઓવરમાં 5 વિકેટ, તમામ ફોર્મેટમાં હેટ્રિક, બુમરાહથી પણ ઘાતક હતો આ બોલર

Unbreakable World Record of Cricket: ક્રિકેટમાં પોતાના દેશ માટે રમવું દરેકનું સપનું હોય છે. કેટલાક ખેલાડીઓ આ બાબતમાં જીતી જાય છે જ્યારે ઘણા નસીબના કારણે રહી જાય છે. આજે અમે એવા એક એવા ભારતીય બોલરની કહાની જણાવવા જઈ રહ્યા છીએ જેની ઈન્ટરનેશનલ કરિયર ભલે ટૂંકી રહી હોય, પરંતુ તે ક્રિકેટમાં ઓછો ઉતરતો નહોતો. ક્રિકેટમાં હેટ્રિક એ કોઈપણ બોલરનું સપનું હોય છે. જે બોલરની કહાણી અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તેણે ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક પોતાના નામે કરી છે.

ભારત માટે રમી 4 ટેસ્ટ અને 5 વનડે
હેટ્રિક જેવી સિદ્ધિ કોઈપણ બોલરની કારકિર્દીમાં એક અનોખી સિદ્ધિ હોય છે. ભારતના અભિમન્યુ મિથુન પણ આમાનો એક છે, જેણે ત્રણેય ફોર્મેટમાં હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી. જોકે મિથુને આ સિદ્ધિ ઘરેલુ ક્રિકેટમાં મેળવી છે. એટલું જ નહીં, એકવાર તેણે T20માં એક ઓવરમાં પાંચ વિકેટ પણ લીધી હતી. T20 ફોર્મેટમાં આ સિદ્ધિ હાંસલ કરવી કોઈ નાની વાત નથી. જોકે, ડોમેસ્ટિક ક્રિકેટમાં આટલી મોટી સિદ્ધિઓ હાંસલ કરી હોવા છતાં અભિમન્યુ મિથુનની આંતરરાષ્ટ્રીય કારકિર્દી એટલી મહાન ના રહી. તેણે ભારત માટે માત્ર 4 ટેસ્ટ અને 5 વનડે મેચ રમી હતી. તેના નામે ટેસ્ટમાં 9 અને વનડેમાં 5 વિકેટ છે.

ડેબ્યૂ મેચમાં કરી કમાલ
અભિમન્યુ મિથુને પોતાની રણજી કારકિર્દીની શરૂઆત ધમાકેદાર રીતે કરી હતી. નવેમ્બર 2009 માં તેણે કર્ણાટક તરફથી પોતાનું ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કરી અને ઉત્તર પ્રદેશ સામે રમાયેલી પ્રથમ મેચમાં તબાહી મચાવી દીધી હતી. બીજા દાવની 60મી ઓવરમાં સતત ત્રણ વિકેટ લઈને હેટ્રિક હાંસલ કરી હતી. તેણે પીયૂષ ચાવલા, આમિર ખાન અને આરપી સિંહને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

જન્મદિવસ પર પોતાની જાતને આપી ગીફ્ટ
મિથુન મંગેશકરે 25 ઓક્ટોબર 2019ના રોજ એક ઐતિહાસિક ઉપલબ્ધિ હાંસલ કરી. તેણે પોતાના બર્થ ડેને યાદગાર બનાવતા વિજય હજારે ટ્રોફીની ફાઈનલમાં હેટ્રિક લીધી. આ તેમના માટે એક યાદગાર બર્થ-ડે સાબિત થયો, કારણ કે તેણે પોતાની ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. તેણે છેલ્લી ઓવરમાં તમિલનાડુના શાહરૂખ ખાન, મોહમ્મદ મોહમ્મદ અને મુરુગન અશ્વિનને સળંગ ત્રણ બોલ પર આઉટ કર્યા. ફાઈનલ મુકાબલામાં તેણે ખુલ્લા હાથે ટીમને જીત અપાવી હતી.

એક ઓવરમાં 5 વિકેટ
વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં હેટ્રિક લેવાનો પડઘો હજુ શમ્યો ન હતો, જ્યારે અભિમન્યુ મિથુને T20માં વધુ એક સિદ્ધિ મેળવી. તેમણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં એક ઓવરમાં 5 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. મિથુને ઈનિંગની છેલ્લી ઓવરના પ્રથમ ચાર બોલ પર હિમાંશુ રાણા, રાહુલ તેવટિયા, સુમિત કુમાર અને અમિત મિશ્રા જેવા અનુભવી બેટ્સમેનોને ફસાવીને હેટ્રિક લીધી હતી. પછી, એક વાઈડ બોલે તેમના જાદુઈ સ્પેલમાં વિક્ષેપ પાડ્યો. ત્યારબાદ તેમણે છેલ્લા બોલ પર જયંત યાદવની વિકેટ લઈને આ સ્પેલને યાદગાર બનાવી દીધો.

ફિક્સિંગનો લાગ્યો હતો આરોપ
મિથુને 2021માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ગયા વર્ષે ડિસેમ્બરમાં અબુ ધાબીમાં યોજાયેલી T10 લીગ મેચ દરમિયાન મિથુન પર સ્પોટ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો. એક મેચમાં તેણે લાંબો નો બોલ નાખ્યો હતો, જેના કારણે તે વિવાદમાં આવ્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news