World Cup 2019 AUSvsENG: ફિન્ચ-વોર્નરે બનાવ્યો વિશ્વકપમાં એક નવો રેકોર્ડ

World Cup 2019 AUSvsENG: ફિન્ચ-વોર્નરે બનાવ્યો વિશ્વકપમાં એક નવો રેકોર્ડ

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપમાં ઓસ્ટ્રેલિયાના બંન્ને ઓપનર એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર પોતાની ટીમને સતત સારી શરૂઆત આપી રહ્યાં છે. બંન્ને ઓપનિંગ બેટ્સમેનોની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ વિજયરથ પર સવાર છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ આ બંન્ને ખેલાડીઓએ સદીની ભાગીદારી કરી અને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. 

ફિન્ચ તથા વોર્નરનો નવો રેકોર્ડ 
વિશ્વ કપની 32મી મેચમાં એરોન ફિન્ચ તથા ડેવિડ વોર્નરે પ્રથમ વિકેટ માટે 123 રનની ભાગીદારી કરી હતી. વનડે વિશ્વ કપમાં પ્રથમ વિકેટ માટે સતત 50 રનથી વધુની ભાગીદારી કરનાર ફિન્ચ અને વોર્નર વિશ્વની પ્રથમ ઓપનિંગ જોડી બની ગઈ છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યૂ હેડન વચ્ચે પ્રથમ વિકેટ માટે સતત 50 રનની ભાગીદારી થઈ હતી. ઓસ્ટ્રેલિયા તરપથી ડેવિડ બૂન તથા જ્યોરફ માર્શે પણ વિશ્વકપમાં પ્રથમ વિકેટ માટે ચાર વખત 50 કરતા વધુ રનની ભાગીદારી કરી હતી. કાંગારૂ ટીમ તરફથી વિશ્વકપમાં માર્ક વો અને રિકી પોન્ટિંગે સાત વખત 50થી વધુની ભાગીદારી કરી છે. આ બંન્નેએ આ કમાલ 1996 અને 1999ના વિશ્વકપમાં કર્યો હતો. વિશ્વકપમાં પ્રથમ વિકેટ માટે 50થી વધુની ભાગીદારી કરનારી પાંચ મુખ્ય જોડીઓ આ છે. 

સતત સૌથી વધુ વખત 50+ની ઓપનિંગ ભાગીદારી 

-5 ડેવિડ વો્નર - આરોન ફિન્ચ (2019) *

-4 જી ફ્લાવર - સી ટાવારે (1983)

-4 ડી બૂન - જી માર્શ (1987-92)

-4 એ સોહિલ - એસ અનવર (1996)

-4 ગિલક્રિસ્ટ - હેડન (2003-07)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news