World Cup 2022: પ્રથમ મેચમાં વિન્ડીઝની રોમાંચક જીત, યજમાન ન્યૂઝીલેન્ડને 3 રને હરાવ્યું
ન્યૂઝીલેન્ડની ધરતી પર આજથી મહિલા વિશ્વકપનો પ્રારંભ થઈ ગયો છે. પ્રથમ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર પ્રદર્શન કરતા યજમાન ટીમને ત્રણ વિકેટે પરાજય આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીસી મહિલા વનડે વિશ્વકપ 2022ના પ્રથમ મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝે રોમાંચક મેચમાં યજમાન ન્યૂઝીલેન્ડને 3 રને પરાજય આપ્યો છે. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 259 રન બનાવ્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 49.5 ઓવરમાં 256 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. અંતિમ ઓવરમાં ન્યૂઝીલેન્ડને જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ યજમાન ટીમે પોતાની ત્રણેય વિકેટ ગુમાવી દીધી હતી. હેલૂ મેથ્યૂઝને તેના ઓલરાઉન્ડર પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.
આ પહેલાં ટોસ જીતીને ન્યૂઝીલેન્ડે વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. કેરેબિયન ટીમની શરૂઆત ખરાબ રહી અને 40 રનની અંદર બે વિકેટ ગુમાવી દીધી હતી. ડિયાન્ડ્રા ડોટિન 12 અને કિસિયા નાઇટ 5 રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્રીજી વિકેટ માટે હેલી મેથ્યૂઝ અને સ્ટેફની ટેલર વચ્ચે અડધી સદીની ભાગીરાદી થઈ હતી. ટેલર 30 રન બનાવી આઉટ થઈ હતી. પરંતુ મેથ્યૂઝે એક છેડો સાચવી રાખ્યો અને પોતાની સદી પૂરી કરી હતી. તેણે 128 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 119 રન બનાવ્યા હતા. ચિડિયન નેશને પણ 36 રનનું યોગદાન આપ્યું હતું. આ રીતે કેરેબિયન ટીમે 50 ઓવરમાં 259/9 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી લી તાહુહુએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
A thrilling win for West Indies in the #CWC22 opener against New Zealand 💥
— ICC Cricket World Cup (@cricketworldcup) March 4, 2022
260 રનના લક્ષ્યનો પીછો કરવો ઉતરેલી કીવી ટીમની શરૂઆત ખરાબ રહી અને સૂઝી બેટ્સ માત્ર 3 રન બનાવી આઉટ થઈ હતી. એમેલિયા કેર પણ માત્ર 13 રન બનાવી શકી હતી. ત્રીજી વિકેટ માટે સોફી ડિવાઇન અને એમી સૈટર્થવેટ (31) એ 76 રન જોડ્યા હતા. ટીમનો સ્કોર 123 રન હતો ત્યારે એમી આઉટ થઈ હતી. પરંતુ ડિવાઇને શાનદાર બેટિંગ કરી અને પોતાની સદી પૂરી કરી હતી. તે 108 રન બનાવી આઉટ થઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે મેચમાં વાપસી કરી હતી પરંતુ કેટ માર્ટિન અને જેસ કેરે આઠમી વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી મેચને અંતિમ ઓવર સુધી પહોંચાડી હતી. અંતિમ ઓવરમાં કીવી ટીમને જીત માટે 6 રનની જરૂર હતી, પરંતુ ડોટિને શાનદાર બોલિંગ કરતા પહેલા માર્ટિન (44) અને ત્યારબાદ કેર (25) ને આઉટ કરી ટીમને રોમાંચક જીત અપાવી હતી. વેસ્ટ ઈન્ડિઝ માટે ત્રણ બોલરોએ બે-બે વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો- IND vs SL: કરિયરની 100મી ટેસ્ટમાં વિરાટ 45 રન બનાવી આઉટ થશે, 10 કલાક પહેલાં થઈ ગઈ હતી ભવિષ્યવાણી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે