2019માં ખરાબ પરર્ફોમન્સ બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચે કહી દીધી ભારે નિરાશાજનક વાત

પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક (Misbah-ul-Haq) ને લાગે છે કે, 2019નું વર્ષ તેમની ટીમ માટે ટેસ્ટ ફોર્મેટમાં મુશ્કેલભર્યું રહ્યું. આ દરમિયાન તેમની ટીમ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સામે સંઘર્ષ કરતી જોવા મળી. પાકિસ્તાની કોચ મિસ્બાહ ઉલ હકએ કહ્યું કે, તેમનું ફોકસ ટીમના પ્રદર્શનને સુધારવામાં છે. પાકિસ્તાન (Pakistan)ની ટીમે 2019માં છ ટેસ્ટ મેચ રમી અને તેમાંથી માત્ર એકમાં જ જીતી શકી છે.
2019માં ખરાબ પરર્ફોમન્સ બાદ પાકિસ્તાની ક્રિકેટ ટીમના કોચે કહી દીધી ભારે નિરાશાજનક વાત

નવી દિલ્હી :પાકિસ્તાની ક્રિકેટ ટીમના મુખ્ય કોચ મિસ્બાહ ઉલ હક (Misbah-ul-Haq) ને લાગે છે કે, 2019નું વર્ષ તેમની ટીમ માટે ટેસ્ટ ફોર્મેટમાં મુશ્કેલભર્યું રહ્યું. આ દરમિયાન તેમની ટીમ સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સામે સંઘર્ષ કરતી જોવા મળી. પાકિસ્તાની કોચ મિસ્બાહ ઉલ હકએ કહ્યું કે, તેમનું ફોકસ ટીમના પ્રદર્શનને સુધારવામાં છે. પાકિસ્તાન (Pakistan)ની ટીમે 2019માં છ ટેસ્ટ મેચ રમી અને તેમાંથી માત્ર એકમાં જ જીતી શકી છે.

પાકિસ્તાને ગત 2019ના વર્ષમાં કુલ 41 મેચ રમી અને તેમાઁથી માત્ર 11 મેચ જ જીતી શકી છે. તેમની સફળતાનો દર અંદાજે 25 ટકા રહ્યો છે. ટીમે 25 વનડે મેચમાંથી 9 મેચમાં જીત મેળવી છે, અને 15 મેચ હારી ગઈ હતી. આમ જોઈએ તો તે 10 ટી20 મેચમાંથી માત્ર એકમાં જ જીત મેળવી શકી છે. જ્યારે કે આઠમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ મેચમાં પણ પાકિસ્તાની ટીમનું પ્રદર્શન ખરાબ રહ્યું. ટીમે 2019માં છ ટેસ્ટ મેચ રમી હતી, તેમાઁથી ચારમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાને વર્ષમાં એક ટેસ્ટ જીતી અને એક ડ્રો રહી. આ વર્ષે પાકિસ્તાનની ટીમ રન રેટમાં પાછળ રહી જવાને કારણે વર્લ્ડ કપમાં સેમીફાઈનલમાં જગ્યા બનાવવાથી ચૂકી ગઈ હતી. 

New Year 2020: પોલીસનો ચોકી પહેરો છતા અમદાવાદમાંથી 290 પીધેલા પકડાયા, દીવમાં 2 દારૂડિયાના મોત 

આ વર્ષે જોકે, પાકિસ્તાનની એક દાયકા બાદ ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થઈ છે. રાવલપિંડીમાં રમાયેલ પહેલી મેચ ડ્રો રહી હતી. કરાંચીમાં રમાયેલ બીજી મેચમાં પાકિસ્તાને શ્રીલંકાને 263 રનથી મ્હાત આપી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ મિસ્બાહના હવાલાથી લખ્યું કે, પાકિસ્તાને શ્રીલંકાને મ્હાત આપીને વર્ષ 2019નો અંત સારો કર્યો હતો. પરંતુ કુલ મળીને જોઈએ તો અમારા માટે ટેસ્ટમાં મુશ્કેલ વર્ષ રહ્યું.

કોચે કહ્યું કે, સીમિત ઓવરમાં અમે અમારા મુખ્ય પ્લેયર્સ ફખર જમાં, હસન અલી અને શાદાબ ખાન પોતાની ફોર્મ ગુમાવી બેસ્યા હતા. તેમના દમ પર જ અમે 2017માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. મહત્વના સમય પર તેમના ફોર્મ ગુમાવવાને કારણે અમને વર્લ્ડકપ અને ટી20 મેચમાં પાછળ રહેવુ પડ્યું. જોકે, ટી20માં અમે કોઈ રીતે નંબર-1 પર બની રહેવામાં સફળ રહ્યાં, પરંતુ જો કુલ મળીને જોઈએ તો આ ફોર્મેટમાં અમાજી જીતની ટકાવારી ઘટી છે. 

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મિસ્બાહ ઉલ હકે એમ પણ જણાવ્યું કે, અમારે ત્રણેય ફોર્મેટમાં અનેક જગ્યાએ સુધારો કરવાની જરૂર છે. ટીમની પાસે કાબેલિયત અને નવા પ્લેયર્સ પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો રસ્તો બનાવી રહ્યાં છે. તેથી નિશ્ચિતરૂપે ટીમનું ભવિષ્ય સારું છે. ઉલ્લેખનીય છે કે, કોચ મિસ્બાહ ઉલ હક પર ટીમની સિલેક્શનની જવાબદારી પણ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news