World cup 2019 WIvPAK: પાકના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો

વિશ્વકપમાં આ પાકિસ્તાનનો બીજો સૌથી ઓછો સ્કોર છે. આ પહેલા પાકિસ્તાની ટીમ 1992ના વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 74 રન પર ઓલઆઉટ થઈ ચુકી છે. 

World cup 2019 WIvPAK: પાકના નામે વધુ એક શરમજનક રેકોર્ડ નોંધાયો

બર્મિંઘમઃ આઈસીસી વિશ્વકપના બીજા મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પાકિસ્તાનને 105 રન પર ઓલઆઉટ કરી દીધું હતું. આ સાથે વિશ્વકપમાં પાકિસ્તાનના નામે એક શરમજનક રેકોર્ડ જોડાઇ ગયો છે. વિશ્વકપમાં આ પાકિસ્તાનનો બીજો સૌથી ઓછો સ્કોર હતો. આ પહેલા પાકિસ્તાની ટીમ 1992 વિશ્વકપમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ 74 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝે જવાબમાં 13.4 ઓવરમાં ત્રણ વિકેટ પર 108 રન બનાવીને સાત વિકેટથી વિજય મેળવ્યો હતો. 

પાકિસ્તાન તરફથી છ બેટ્સમેનો બે આંકડાના સ્કોર સુધી પહોંચવામાં પણ નિષ્ફળ રહ્યાં હતા. ફખર જમાન અને બાબર આઝમ 22-22 રન બનાવીને બેસ્ટ સ્કોરર રહ્યાં હતા. આ રીતે પાકિસ્તાનની હારનો સિલસિલો ચાલી રહ્યો છે. હવે પાકિસ્તાન સતત 11 વનડે આંતરરાષ્ટ્રીય મેચ ગુમાવી ચુક્યું છે. પાકિસ્તાન માટે આ વસ્તુ ખરાબ સપનાથી ઓછી નથી. 

 

સ્કોર મેચ/વિરુદ્ધ વર્ષ
74 એડિલેડ/ઈંગ્લેન્ડ 1992
105 નોટિંઘમ/વિન્ડીઝ 2019
132 લોર્ડ્સ/કાંગારૂ 1999
132 કિંગ્સટન/આયર્લેન્ડ 2007
134 કેપટાઉન/ઈંગ્લેન્ડ 2003

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news