B'day Special: વિશ્વકપ 1983નો તે હીરો, જેને ક્યારેય તેની રમતનો શ્રેય ન મળ્યો


ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર રોજર બિન્નીનો જન્મ 19 જુલાઈ 1955મા બેંગલુરૂમાં થયો હતો, જેમણે ભારત માટે 27 ટેસ્ટ અને 72 વનડે મેચ રમી છે. 
 

B'day Special: વિશ્વકપ 1983નો તે હીરો, જેને ક્યારેય તેની રમતનો શ્રેય ન મળ્યો

નવી દિલ્હીઃ જ્યારે પણ ટીમ ઈન્ડિયાની 1983 વિશ્વકપની જીતની યાદ આવે છે તો સૌથી પહેલા કપિલ દેવ (Kapil Dev) યાદ કરવામાં આવે છે અને યાદ કરવામાં આવે છે કપિલ દ્વારા ફાઇનલમાં વિવિયન રિચર્ડસ (Vivian Richards) નો તે કેચ જેણે તે મેચનું પરિણામ બદલી નાખ્યું હતું. ત્યારબાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝને અવિશ્વસનીય રીતે હરાવીને વિશ્વકપ કબજે કર્યો હતો. પરંતુ તે વિશ્વકપ જીતમાં એકમાત્ર નાયક કપિલ દેવ નહતા, તેમના સિવાય વધુ એક ખેલાડી પણ આ જીતના અસલી હીરો હતા જેને ક્યારેય ક્રેડિટ મળી નથી. આ ખેલાડી કોઈ અન્ય નહીં, ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ટર રોજર બિન્ની (Roger Binny) હતા જે આજે પોતાના 65મો જન્મદિવસ મનાવી રહ્યાં છે.

19 જુલાઈ 1955માં બેંગલુરૂમાં જન્મેલા બિન્નીએ પોતાની બોલિંગથી 1983 વિશ્વકપમાં કમાલ કર્યો હતો. જ્યારે ટૂર્નામેન્ટ શરૂ થઈ તેની પહેલા ટીમે તમામ પ્રેક્ટિસ મેચ ગુમાવી હતી અને ટીમનું મનોબળ પણ પડી ભાંગ્યું હતું. તેવામાં બિન્નીની બોલિંગે ટીમના આત્મવિશ્વાસ માટે સંજીવની બૂટીનું કામ કર્યું હતું. અહીં તમને જણાવી દઈએ કે જો બિન્ની ન હોત તો વિશ્વકપ જીતવો તો દૂર ટીમ ફાઇનલમાં પણ ન પહોંચી હત કારણ કે બિન્ની જ હતા જેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સેમિફાઇનલ મેચમાં 8 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ ઝડપી હતી અને કાંગારૂ ટીમને ધરાશાયી કરી દીધી હતી. ભારતીય ટીમે તે મેચમાં ઓસ્ટ્રેલિયાને 60 ઓવરમાં 247 રન બનાવવાનો લક્ષ્ય આપ્યો હતો પરંતુ બિન્નીની શાનદાર બોલિંગને કારણે ઓસ્ટ્રેલિયા 129 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. 

Happy birthday to Roger Binny! pic.twitter.com/AaAxuKQ61Z

— ICC (@ICC) July 19, 2020

ભારતીય ટીમે સેમિફાઇનલમાં તો આસાન વિજય મેળવ્યો પરંતુ હવે ફાઇનલ મુકાબલામાં 2 વખતની વર્લ્ડ ચેમ્પિયન વિન્ડિઝ હતી. તેને પરાજય આપવાનું કામ મુશ્કેલ હતું કારણ કે તે ટીમમાં વિવિયન રિચર્ડસ સિવાય ક્લાઇવ લોયડ, ડેસમંડ હેન્સઓર ગાર્ડન ગ્રિનીજ જેવા દિગ્ગજ ખેલાડી હતી. તે સમયે વિન્ડિઝને અજેય માનવામાં આવતી હતી અને જે રીતે ફાઇનલમાં ભારતની શરૂઆત થઈ તેને જોઈને તો તેમ જ લાગતું હતું કે વિન્ડિઝ ફરી વિશ્વ ચેમ્પિયન બની જશે. ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરતા માત્ર 183 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

— BCCI (@BCCI) July 19, 2020

183 રન વિન્ડિઝ ટીમ સામે કોઈ મોટો સ્કોર નહતો, પરંતુ ભારતીય બોલરોએ દમદાર પ્રદર્શન કર્યુ. ફાઇનલમાં ભારતીય ટીમની જીતમાં રોજર બિન્નીનું પણ મહત્વનું યોગદાન રહ્યુ હતુ. બિન્નીએ 10 ઓવરમાં માત્ર 23 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. ભારતીય બોલિંગ આક્રમણ સામે કેરેબિયન બેટ્સમેનો ફ્લોપ રહ્યાં અને ટીમ 140 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો. આ જીતની સાથે જ્યાં એક તરફ કપિલ દેવ દેશના હીરો બની ગયા તો બિન્નીને ક્યારેય પોતાના શાનદાર પ્રદર્શનનો શ્રેય ન મળ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news