તમારી બેસવાની ટેવ તમને કરોડપતિમાંથી બનાવી દેશે રોડપતિ, લક્ષ્મીજી થશે નારાજ

Astro tips for Bad Habits: આપણા ભારતીય શાસ્ત્રોમાં અનેક ખરાબ આદતો વિશે ધ્યાન દોરાયું છે. સાથે જ તેની સાચી રીત પણ બતાવાઈ છે. જો તમે લાઈફસ્ટાઈલમાં થોડો ઘણો પણ ફેરફાર કરશો તો તે તમને કરોડપતિમાંથી રોડપતિ થતા અટકાવશે. ખોટી રીતે બેસવાની આદતથી લક્ષ્મીજી નારાજ થઈ શકે છે અને તમને કંગાળ બનાવી શકે છે. 

તમારી બેસવાની ટેવ તમને કરોડપતિમાંથી બનાવી દેશે રોડપતિ, લક્ષ્મીજી થશે નારાજ

Moving Legs while Sitting Effects: અનેક લોકોની બેસવાની આદત બહુ જ ખરાબ હોય છે. જાણતા અજાણતા લોકો એવી રીતે બેસે છે કે તેમને પણ ખબર નથી હોતી. કેટલાક લોકોને બેસ્યા બેસ્યા પગ હલાવવાની આદત હોય છે. આવી આદત પર ઘરના વડીલો પણ આપણને ટોકતા હોય છે. કારણ કે, પગ હલાવતા રહેવુ તે ખરાબ ગણાય છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિક કારણ જવાબદાર છે. જ્યોતિષ અને વૈજ્ઞાનિક બંનેના દ્રષ્ટિથી બેસીને પગ હલાવવું એ નુકસાન પહોંચાડે છે. તો આ પણ જાણી લઈએ.

બેસીને પગ હલાવવાના નુકસાન
- જે લોકો બેસીને પગ હલાવતા રહે છે, તેની આ આદત તેમને ગરીબ બનાવે છે. આ રીતે પગ હલાવતા રહેવાથી માતા લક્ષ્મીજી નારાજ થાય છે. તેનાથી વ્યક્તિના જીવનમાં સુખ, ધન સમૃદ્ધિ ઓછી થઈ જાય છે. 
- જે લોકો પૂજા-પાઠ, પ્રાર્થના કરતા સમયે અથવા કોઈ જ ધાર્મિક અનુષ્ઠાન કરતા સમયે પગ હલાવો છો, તો પૂજાનું ફળ મળતુ નથી. તેમની પૂજા-પ્રાર્થના વ્યર્થ થાય છે.

- આ ઉપરાંત બેસ્યા બેસ્યા પગ હલાવવાથી આત્મવિશ્વાસનો અભાવ હોવાનું કહેવાય છે. જેનાથી સામી વ્યક્તિ પર ખરાબ અસર પડે છે.
- જ્યોતિષ અનુસાર, પગ હલાવવાથી સંગ્રહ કરાયેલા ધનનો નાશ થવા લાગે છે. આવુ લાગવાથી મા લક્ષ્મી કૃપા કરતા નથી.
- વૈજ્ઞાનિક દ્રષ્ટિથી જોઈએ તો, આ રીતે પગ હલાવવાથી હાર્ટ એટેક આવવાની શક્યતા રહે છે. આવા લોકોને હૃદય સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. મેડિકલ સાયન્સમાં પગ હલાવવાની આદતને ‘રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમ’ (RLS) પણ કહેવાય છે. તેનાથી બચવાની સલાહ પણ અપાઈ છે. 
-  જે લોકો સતત પગ હલાવવાની ક્રિયા કરે છે. તેમની ઊંઘ પર પણ ખરાબ અસર થાય છે. આવા લોકોને સતત અનિંદ્રાની સમસ્યા રહે છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news