Garuda Purana: પિતૃઓના આશીર્વાદથી બનવું હોય ધનવાન તો ગરુડ પુરાણની આ 5 વાતનું રાખો ધ્યાન
Garuda Purana: ગરુડ પુરાણમાં કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવામાં આવે તો જીવન ધન્ય થઈ જાય છે. આજે તમને પાછા આવી જ મહત્વની બાબતો વિશે જણાવીએ.
Trending Photos
Garuda Purana: વૈદિક જ્યોતિષ અનુસાર કુલ 18 પુરાણમાંથી એક ગરુડ પુરાણ પણ છે. શાસ્ત્રોમાં ગરુડ પુરાણનું વિશેષ મહત્વ છે ગરુડ પુરાણમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધીની બધી જ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં વ્યક્તિના જીવનને ખુશહાલ બનાવવાના ઉપાયો પણ જણાવ્યા છે. કોઈ વ્યક્તિ ગરુડ પુરાણમાં દર્શાવેલી આ વાતોનું ધ્યાન રાખે તો તેનું જીવન ખુશહાલ રહે છે.
ગરુડ પુરાણમાં કુલ 19000 શ્લોક છે જેમાંથી સાત હજાર શ્લોક મનુષ્ય જીવન સંબંધિત છે. ધાર્મિક માન્યતા અનુસાર ઘરમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો ત્યાં ગરુડ પુરાણનો પાઠ કરવામાં આવે છે. કારણકે મૃત વ્યક્તિની આત્મા 13 દિવસ સુધી ઘરમાં રહે છે તેવામાં તે જો ગરુડ પુરાણ સાંભળે તો તેની આત્માને શાંતિ મળે છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ગરુડ પુરાણમાં કેટલીક વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેનું પાલન કરવામાં આવે તો જીવન ધન્ય થઈ જાય છે. આજે તમને પાછા આવી જ મહત્વની બાબતો વિશે જણાવીએ.
ગરુડ પુરાણમાં પાંચ મહત્વની વાતો
1. ગરુડ પુરાણ અનુસાર નિયમિત રીતે જો તમે ધોયા વિનાના કપડાં પહેરો છો તો તમારે ગરીબીનું સામનો કરવો પડે છે. જો અમીર બનવું હોય તો રોજ સાફ વ્યસ્ત પહેરવા જોઈએ તેનાથી મન શાંત રહે છે અને પિતૃ પણ પ્રસન્ન રહે છે.
2. ગરુડ પુરાણ અનુસાર નિયમિત રીતે તુલસીની પૂજા કરવાથી બીમારીઓથી મુક્તિ મળે છે અને ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય છે.
3. ગરુડ પુરાણ અનુસાર નિયમિત રીતે સ્નાન અને ધ્યાન કરનાર વ્યક્તિના જીવનમાં સહકારાત્મક ઉપચાર વધે છે નિયમિત રીતે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે
4. જે લોકો નિયમિત રીતે સવારે જલ્દી જાગી જાય છે તેનો આયુષ્ય લાંબુ થાય છે. જે લોકો સુર્યાસ્ત પછી પણ સુતા રહે છે તેનું સ્વાસ્થ્ય પણ બગડે છે અને માતા લક્ષ્મી પણ નારાજ થાય છે.
5. દરેક વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ તેનાથી ધન લાભની શક્યતાઓ વધી જાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24 kalak આની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે