Shukrawar Upay: ઘરમાં વધારવી હોય બરકત અને થવું હોય સફળ તો શુક્રવારે મંદિરના પૂજારીને આપો આ વસ્તુ
Shukrawar Upay: શુક્રવારે દેવી લક્ષ્મીની શ્રદ્ધા સાથે પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. આ સિવાય શુક્રવારે કેટલાક ઉપાયો કરવા પણ ખૂબ ફાયદાકારક છે. શુક્રવારે આ ઉપાયો કરવાથી ઘર ધનથી છલોછલ થઈ જાય છે. શુક્રવારે આ ઉપાય કરવાથી કરજથી મુક્ત મળે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.
Trending Photos
Shukrawar Upay: અઠવાડિયાના સાતેય દિવસો કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. ખાસ દિવસે ઈશ્વરની આરાધના કરવાથી વિશેષ ફળ પણ પ્રાપ્ત થાય છે. સપ્તાહના શુક્રવારની વાત કરીએ તો આ દિવસે માતા લક્ષ્મીને સમર્પિત છે. શુક્રવારે દેવી લક્ષ્મીની શ્રદ્ધા સાથે પૂજા કરવાથી ઘરમાં ક્યારેય ધનની ખામી સર્જાતી નથી. આ સિવાય શુક્રવારે કેટલાક ઉપાયો કરવા પણ ખૂબ ફાયદાકારક છે. શુક્રવારે આ ઉપાયો કરવાથી ઘર ધનથી છલોછલ થઈ જાય છે. શુક્રવારે આ ઉપાય કરવાથી કરજથી મુક્ત મળે છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તો ચાલો જાણીએ કે શુક્રવારના દિવસે કયા ઉપાય કરવાથી ભાગ્ય ચમકી શકે છે.
શુક્રવારના ચમત્કારી ઉપાયો
- જો તમે શુક્રવારના દિવસે કોઈ મહત્વપૂર્ણ કામ માટે જવાના હોય તો સ્નાન વગેરે કર્યા પછી દેવી લક્ષ્મીની પૂજા કરો અને 'ॐ શ્રી હ્રીં શ્રી કમલે કમલાલાયે પ્રસીદ પ્રસીદ શ્રી હ્રીં શ્રી મહાલક્ષ્મ્યાય નમઃ ' મંત્રનો ઓછામાં ઓછો 21 વાર જાપ કરો. આમ કરવાથી તમારું કામ સફળ થશે.
- જો કોઈ વ્યક્તિ પોતાના ઘરમાં બરકત લાવવા ઈચ્છે છે તો શુક્રવારે એક નાનકડા માટીના ઘડામાં ચોખા ભરી દો અને ચોખાની ઉપર એક રૂપિયાનો સિક્કો અને હળદરની ગાંઠ રાખો. ત્યારપછી કળશને લાલ કપડાથી ઢાંકી અને કોઈ મંદિરના પૂજારીને આપો. આમ કરવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થશે.
- જો વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી નથી તો શુક્રવારે તેણે કમળ પર બેઠેલા દેવી લક્ષ્મીનું ચિત્ર ઘરે લાવવું અને તેને ઘરના મંદિરમાં સ્થાપિત કરવું, ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ. પૂજા દરમિયાન તેમને લાલ ફૂલ ચઢાવવા. આમ કરવાથી આર્થિક સ્થિતિ સુધરે છે અને ગરીબી દૂર થાય છે.
- જો કોઈ વ્યક્તિને કોઈ કામમાં ભાગ્યનો સાથ ન મળતો હોય અને તેના કામ અટકતા હોય તો શુક્રવારે એક રૂપિયાનો સિક્કો લઈને ઘરના મંદિરમાં લક્ષ્મી માતાની સામે રાખો અને લક્ષ્મી માતાની પૂર્ણ ભક્તિથી પૂજા કરો અને પૂજા કર્યા પછી તે સિક્કો પર્સમાં રાખો. આમ કરવાથી દેવી લક્ષ્મી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે