Vastu Plants: ઘરમાં લગાવેલા આ છોડને કેમ મનાય છે અશુભ...જાણો કારણ
Vastu Rules for Plants: ઘરની સુંદરતા વધારવા માટે લોકો છોડ રોપે છે. વાસ્તુ અનુસાર છોડને ઘરના આંગણામાં લગાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં અનેક શુભ અને અશુભ વૃક્ષ વિશે જણાવવામાં આવ્યું છે. જેનું પાલન કરીને તમે તમારા પરિવારમાં ખુશીઓ લાવી શકો છો.
Trending Photos
Unauspicious Plant For Home: ઘરમાં કયો છોડ લગાવવાથી તમારે સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક છોડને ઘરમાં રાખવાની સખત મનાઈ છે. ઘરમાં લગાવેલા આ અશુભ છોડ ઘરની સુખ-શાંતિનો નાશ કરે છે. અને આવક અને પ્રગતિ અટકાવે છે.
ઘરમાં ન લગાવો આ વૃક્ષ
1) મેંદીનો છોડ
હાથ અને વાળને સજાવવા માટે મહેંદીનો ઉપયોગ થાય છે. મહેંદીની સુગંધ વાતાવરણને સુગંધિત બનાવે છે, પરંતુ ઘરમાં મહેંદીનો છોડ લગાવવાથી ઘણું નુકસાન થઈ શકે છે. મેંદીનો છોડ નકારાત્મક શક્તિઓને આકર્ષે છે.
આ પણ વાંચો: બેંકમાં નવું ખાતું ખોલી કાઢજો, મંગળ માર્ગી થતાં આ 3 રાશિ પર છપ્પરફાડ ધનવર્ષા થશે
આ પણ વાંચો: શનિની સાડાસાતીનું કષ્ટ, શનિની મારથી બચાવશે આ ઉપાય, જાણો કોના માટે છે જરૂરી
આ પણ વાંચો: આજે 5:48 થી આ 3 રાશિનો શરૂ થયો સુવર્ણ સમય, 5 રાશિની માથે પનોતી બેઠી
2) બાવળનો છોડ
ઘરની અંદર કે બહાર ક્યારેય કાંટાવાળા છોડ ન લગાવો. ઘરની આસપાસ કાંટાવાળો છોડ રાખવાથી પણ ઘણું નુકસાન થાય છે. બાવળનો છોડ ઘરને બરબાદ કરી શકે છે. ઘરમાં ઝઘડા અને વિખવાદ પેદા કરે છે, નાણાનો પ્રવાહ બંધ કરે છે, પ્રગતિનો માર્ગ બંધ કરે છે.
3) આમલીનો છોડ
આમલીનો છોડ નકારાત્મક ઉર્જા પણ આકર્ષે છે તેથી આમલીનું ઝાડ ઘરની અંદર કે સામે ન લગાવવું જોઈએ.
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
4) કપાસનો છોડ
કપાસનો છોડ દેખાવમાં સુંદર લાગે છે પરંતુ આ છોડને તમારા ઘરમાં ક્યારેય ન લગાવો. કપાસનો છોડ ઘરમાં અશુભતા લાવે છે. તેનાથી ધનની ખોટ, દુ:ખ, કષ્ટ થાય છે.
5) બોનસાઈ છોડ
બોનસાઈ દેખાવમાં સુંદર છે. તેની સંભાળ રાખવા માટે અલગ-અલગ આવડતની જરૂર હોય છે, પરંતુ બોનસાઈના છોડને તમારા ઘરમાં રાખવાથી તમને ઘણાં નુકસાન થઈ શકે છે. બોનસાઈ છોડ પ્રગતિના માર્ગને અવરોધે છે.
આ પણ વાંચો: સસ્તામાં પુરૂ થશે સપનું, 60 હજાર રૂપિયાનો iPhone 18 હજાર રૂપિયામાં મેળવો
આ પણ વાંચો: WhatsApp સ્ટેટસમાં મળશે નવું ઓપ્શન, વોઈસ નોટ કરી શકશો પોસ્ટ
આ પણ વાંચો: સેલિબ્રિટીથી માંડીને મોટા-મોટા દિગ્ગજો લે છે સલાહ, જાણો એવું તો શું કરે છે પરિધિ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે